રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૩૨.૨૪ સામે ૬૦૩૫૦.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૦૧૩.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯૨.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૦૯.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૦૮૪૧.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૫.૨૫ સામે ૧૭૭૫૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૫.૬૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૧.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૬.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૯૦૨.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૩-૨૪ માટેના રજૂ કરેલા કેન્દ્રિય બજેટની અનેક પ્રોત્સાહક જોગવાઈઓને લઈ આજે સપ્તાહના અંતે લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, સર્વિસિસ અને ઓટો શેરોમાં તેજી કરી બજારને સતત ત્રીજા દિવસે સુધારાને પંથે આગળ વધાર્યું હતું. બજેટની પોઝિટીવ અસર સામે અદાણી એન્ટરપ્રાઈસીઝના એફપીઓને પૂર્ણ છલકાયા છતાં શેરોના તૂટતાં ભાવોને લઈ કંપની દ્વારા એફપીઓને ઈન્વેસ્ટરોના હિતમાં રદ કરવાનો અને રોકાણકારોના નાણા પરત કરવાનો નિર્ણય લીધા છતાં વિશ્વાસ ડગમગી ગયો હોઈ તેમજ વિપક્ષોના હંગામાં વચ્ચે શેરોમાં સતત ગાબડાં પડતાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, ફંડોની યુટિલિટીઝ, પાવર, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોમાં પ્રોફિટ બુકિંગ સામે સ્થનિક ફંડો, રોકાણકારોની કંઝ્યુમર ડ્રિસ્કિશનરી, ટેલિકોમ્યુનિકેશન, ટેક, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી અને કમોડિટીઝ શેરોમાં લેવાલીએ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૯૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૬.૭૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, રિયલ્ટી, મેટલ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૧૦ અને વધનારની સંખ્યા ૧૨૩૭ રહી હતી, ૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આર્થિક અનિશ્ચિતતામાં વધારાને પગલે ભારતના સ્ટાર્ટઅપ્સને પ્રાઈવેટ ઈક્વિટી તથા વેન્ચર કેપિટલ (પીઈ/વીસી) ફન્ડિંગ જાન્યુઆરી માસમાં ઘટીને ૬૩ મહિનાની નીચી સપાટીએ રહ્યું છે. ૧૨૧ સોદા મારફત ભારતના સ્ટાર્ટઅપ્સે પીઈ/વીસી રોકાણકારો પાસેથી જાન્યુઆરીમાં ૬૩ કરોડ ડોલરનું રોકાણ મેળવ્યું છે જે વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બર બાદ સૌથી નીચું છે. વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બર માસમાં સ્ટાર્ટઅપ્સે ૩૯ સોદા મારફત ૧૪.૮૩ કરોડ ડોલર મેળવ્યા હતા. ઊંચા ફુગાવા, વધી રહેલા વૈશ્વિક વ્યાજ દરો, મંદીની ચિંતા તથા યુરોપમાં યુદ્ધને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો મોટા સાહસોમાં ભંડોળ પૂરા પાડવાથી દૂર જઈ રહ્યા છે.
વેલ્યુએશન્સ વ્યવહારિક સ્તરે આવશે નહીં ત્યાં સુધી ફન્ડિંગ ધીમું રહેશે. વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ મહિના સુધી માત્ર ભારત જ નહીં વિશ્વભરમાં દરેક સ્ટાર્ટઅપ્સ માટે સ્થિતિ પડકારરૂપ રહેશે. સ્ટાર્ટઅપ્સને વિકસવામાં વધુ સમય લાગી જતો હોવાથી કયા મૂલ્યાંકને તેમાં રોકાણ કરવું તેનો નિર્ણય કરવાનું મુશકેલ બની રહે છે. વર્ષ ૨૦૨૧માં દર મહિને સરેરાશ ૩ અબજ ડોલર બાદ ૨૦૨૨માં સ્ટાર્ટઅપ્સે દર મહિને સરેરાશ બે અબજ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. જાન્યુઆરી, ૨૦૨૨માં સ્ટાર્ટઅપ્સે ૧૩૬ સોદા મારફત ૪.૧૦ અબજ ડોલર ઊભા કર્યા હતા. ભારતનું સ્ટાર્ટઅપ્સ ક્ષેત્ર આજે વિશ્વમાં ત્રીજું મોટું ક્ષેત્ર છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.