રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૦૮.૦૮ સામે ૫૯૪૫૯.૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૨૧૫.૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૯૨.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪.૧૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૯૩૨.૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૭૭.૨૫ સામે ૧૭૫૯૭.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૨૨.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮.૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૬૮૫.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
નાણા પ્રધાન નિર્મલા સીતારામને ગઈકાલે મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું અંતિમ પૂર્ણ કેન્દ્રિય બજેટ અત્યંત પ્રોત્સાહક જોગવાઈઓનું આવક વેરામાં મોટી રાહત સાથે લોકોની ખર્ચ શક્તિ વધારવાનું અને મોંઘવારી સામે રાહતનું આપી ભારતીય શેરબજારો માટે પણ આ બચતો શેરોમાં રોકાણ તરફ વળવાનું પોઝિટીવ રજૂ થતાં સ્થાનિક ફંડો દ્વારા આજે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ કેન્દ્રિય બજેટની અનેક પ્રોત્સાહક જોગવાઈઓની સામે અદાણી ગ્રુપ કંપનીઓ મામલે ચાલી રહેલી ક્રાઈસીસમાં અદાણી ગ્રુપ કંપનીઓના બોન્ડસ સ્વિકારવાનું આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટમેન્ટ બેંકરોએ બંધ કર્યાના અહેવાલ વહેતાં થતાં અને અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ પાછો ખેંચાતા શેરોમાં કડાકા બોલાવા લાગતાં અને ભારતીય બેંકોનું પણ અદાણી ગ્રુપને આપેલું ધિરાણ જોખમમાં લગતા ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.
વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં તેમજ એફએમસીજી, આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રીયલ્સ, બેન્કેક્સ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં જંગી લેવાલી બીએસઇ સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ, જયારે નિફટી ફ્યુચર ૮ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને બંધ રહ્યા હતા.
વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટીઝ, એનર્જી, મેટલ, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી અને ફાઈનાન્સિયલ સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૬ અને વધનારની સંખ્યા ૧૬૫૪ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખતા આવતા સપ્તાહની બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મુખ્ય વ્યાજ દરમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો સાધારણ વધારો કરશે તેવી શકયતા જોવાઈ રહી છે. અન્ય કેન્દ્રીય બેન્કોની જેમ આરબીઆઈ પણ વર્તમાન વર્ષમાં એક વખત વ્યાજ દરમાં વધારો કર્યા બાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન તેમાં સ્થિરતા રાખશે તેવી માનવામાં આવી રહ્યું છે. હાથ ધરાયેલા સર્વેમાં ૫૨મૉથી ૪૦ અર્થશાસ્ત્રીઓએ રિઝર્વ બેન્ક આગામી બેઠકમાં વ્યાજ દર ૨૫ બેઝિસ પોઈન્ટ વધારી ૬.૫૦% સુધી લઈ જશે તેવો મત વ્યકત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૨૨માં વ્યાજદરમાં કરાયેલા વધારાની દેશના અર્થતંત્ર તથા ફુગાવા પર શું અસર પડી છે, તેનો અંદાજ મેળવવા વ્યાજ દરમાં એક તબક્કે સ્થિરતા લાવવી જરૂરી છે. ડિસેમ્બર માસનો ફુગાવો ઘટી ૫.૭૨% રહ્યો હતો જ્યારે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ફુગાવો સરેરાશ ૫% રહેવા અંદાજ છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની બેઠક ૬ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી દરમિયાન મળનાર છે, ઉપરાંત અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકના અંતે વ્યાજ દર મુદ્દે કેવી નીતિ અપનાવે છે, તેના પર પણ ભારતીય શેરબજારની નજર રહેલી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.