Home ગુજરાત કંડલાના તુના ટેકરામાં દીનદયાલ પોર્ટ ધ્વારા પીપીપી મોડ હેઠળ મેગા કન્ટેનર હેન્ડલિંગ...

કંડલાના તુના ટેકરામાં દીનદયાલ પોર્ટ ધ્વારા પીપીપી મોડ હેઠળ મેગા કન્ટેનર હેન્ડલિંગ માટે હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રા. લિ. (ડીપી વર્લ્ડ સાથે) ને  કોન્ટ્રાક્ટ અપાયો

100
0

ભારત દેશનું નં. 1 મુખ્ય બંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા તુના ટેકરા- કંડલા ખાતે પીપીપી મોડ હેઠળ “સ્ટેટ ઓફ આર્ટ’ મેગા કન્ટેનર ટર્મિનલની વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે વિકસાવવાની શરૂઆત કરી હતી. મેગા કન્ટેનર ટર્મિનલ હાલના ડ્રાય બલ્ક ટર્મિનલની નજીકની પૂર્વ બાજુએ વિકસાવવામાં આવનાર છે, જે હાલમાં AKBTPL દ્વારા સંચાલિત છે.

M/s હિન્દુસ્તાન ઇન્ફ્રાલોગ પ્રા. લિમિટેડ, (ડી.પી. વર્લ્ડ) રૂ. 6500/- TEU દીઠની રોયલ્ટી ઓફર કરીને આ પ્રોજેક્ટના કન્સેશનર બનવા માટે સૌથી વધુ બિડર તરીકે ઉભરી આવી છે, જે પીપીપિ પ્રોજેક્ટમાં આ અત્યાર સુધીની સૌથી વધુ બિડ પણ છે.

આ પ્રોજેક્ટ, જેની કલ્પના વર્ષ 2013 માં કરવામાં આવી હતી તે હવે સાકાર સ્વરુપ ધારણ કરવા તરફ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં આશરે રૂ. 4500 કરોડનું રોકાણ સામેલ છે, જે ભારતના કોઈપણ મોટા બંદરો પર પીપીપી પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી વધુ મૂડી રોકાણ છે.

               
આ મેગા કન્ટેઈનર ટર્મિનલ પ્રોજેક્ટ વાર્ષિક 2.19 મિલિયન TEUs ની હેન્ડલિંગ ક્ષમતા માટે પરિકલ્પિત છે, જેમાં કન્સેશનર માટે રૂ. 4243.64 કરોડ અને ઓથોરિટી માટે રૂ. 296.20 કરોડનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ છે. દીનદયાળ પોર્ટ જહાજો અને રસ્તાના નેવિગેશન માટે સામાન્ય મૂળભૂત માળખામાં જેમ કે એક્સેસ ચેનલમાં રોકાણ કરશે. ભરતીની જરૂરિયાત માટે કોઈપણ પૂર્વ-બર્થિંગ અટકાયત વિના આ પ્રોજેક્ટ 18 મીટરના ડ્રાફ્ટ સાથે 21000 TEU સુધીના કદના કન્ટેનર જહાજોને સુવિધા પૂરી પાડશે, ટર્મિનલ 2026થી કાર્યાન્વિત થઈ શકે તેવી સંભાવના છે.
આ પ્રોજેક્ટનું મહત્વ એ હકીકત પરથી જાણી શકાય છે કે આ પ્રોજેક્ટ માનનીય વડાપ્રધાનના વિઝન ‘સાગરમાલા’ અને ‘PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન’ નો એક ભાગ છે અને પીએમઓ દ્વારા પ્રોજેક્ટના અમલીકરણ પર નજર રાખવામાં આવી રહી છે. તેથી, પ્રોજેક્ટની રચના કરવામાં આવી હતી અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક પ્રસિદ્ધિ પ્રક્રીયા અપનાવવામાં આવી હતી, જેમાં બિડિંગ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે મુંબઈ ખાતે મેગા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને પહેલાથી જ PPPAC દ્વારા જાણ કરવામાં આવી છે અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. ઉપરાંત, MoEF&CC એ પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપી છે.
પ્રોજેક્ટના સફળ અમલીકરણથી કંડલા ખાતેના દીનદયાલ પોર્ટ પર મેગા કન્ટેનર હેન્ડલિંગનો નવો યુગ જ નહીં, પરંતુ કચ્છ જિલ્લા અને ગુજરાત પ્રદેશના આર્થિક અને સામાજિક પરિદ્રશ્ય પર પણ મોટી સકારાત્મક અસર પડશે.




આ પ્રોજેક્ટમાં નીચેના લાભો મળશે: -
1) તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે (બધા બંદરો વચ્ચે સૌથી નજીક- મોટા કે નાના, ગીચ વસ્તીવાળા અને ઝડપથી વિકાસ પામતા ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં) કન્ટેનર ટર્મિનલ દેશમાં કન્ટેનર લોજિસ્ટિક્સની કિંમત ઘટાડવામાં મદદ કરશે.
2) ઉંડા ડ્રાફ્ટ અને અત્યાધુનિક હેન્ડલિંગ ટેક્નોલોજી સાથે, કન્ટેનર ટર્મિનલ ઉત્પાદકતા અને બિઝનેસ કરવામાં સરળતામાં એક નવો બેન્ચમાર્ક સેટ કરે તેવી અપેક્ષા છે.
3) કન્ટેનર ટર્મિનલ કચ્છના આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે, જેમાં અનેક આનુષંગિક સેવાઓ (વેરહાઉસિંગ વગેરે) અને લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે.
4) કન્ટેનર ટર્મિનલ, DPA માટે રોયલ્ટીની કમાણી ઉપરાંત, ભારત સરકારને કરવેરા આવક (પ્રત્યક્ષ અને પરોક્ષ)નો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત પણ હશે.
5) કન્ટેનર ટર્મિનલ નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલ્વે તરફથી જરૂરી મોટા રોકાણો સાથે ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ મોટો વેગ આપશે. આનાથી કચ્છ સિવાય રાજ્યના અન્ય ભાગોના વિકાસમાં પણ મદદ મળશે.