રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૪૯.૯૦ સામે ૬૦૦૦૧.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૮૧૬.૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૮.૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૭૦૮.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૯૮.૬૫ સામે ૧૭૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૭૨.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૧.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૭૭.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. અદાણી ગ્રુપ પર અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગના ગંભીર આક્ષેપો અને આ આક્ષેપોનું વિગતે ખંડન અને સ્પષ્ટતાનું યુદ્વ ચાલી રહ્યું હોઈ અને આજ રોજ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝની ભારતીય શેરબજારોમાં વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં અનિશ્ચિત વોલેટીલિટીના જોવા મળી હતી. બજેટ ભાષણ પછી બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૧૦૦૦ પોઇન્ટની તેજી આવી હતી. જોકે ત્યારબાદ, ઉછાળે વેચવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સ માત્ર ૧૫૮ પોઇન્ટ વધીને, જયારે નિફ્ટી ફ્યુચર ૧૨૧ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા ત્યારે બજેટના દિવસે બજારના એક્શનની વાત કરીએ તો છેલ્લા ૭ વર્ષમાં સરેરાશ ૦.૯%ની પોઝિટિવ મૂવમેન્ટ આવી છે. છેલ્લા ત્રણ બજેટમાં ૧.૫%નો ઉતાર ચઢાવ રહ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૧માં બજેટના દિવસે બજારમાં ૫%ની તેજી આવી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરતા કહ્યું છે કે, અમૃતકાળનું આ પહેલું બજેટ છે. બજેટ દરમિયાન નાણામંત્રીએ ટેક્સ સ્લેબને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી. આવકવેરા મુક્તિ ૫ લાખથી વધારીને ૭ લાખ કરવામાં આવી છે. તે જ સમયે, વાર્ષિક કમાણી અનુસાર, દરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, નવી ટેક્સ સિસ્ટમમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે જે લોકો નવી ટેક્સ સિસ્ટમનો વિકલ્પ પસંદ કરશે તેમને જ આ છૂટ મળશે. જે લોકો જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ કપાતનો દાવો કરે છે તેમને ૭ લાખ સુધીની આવક પર કર મુક્તિનો લાભ નહીં મળે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં અફડાતફડી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૭૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૬.૫૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, એફએમસીજી, ટેક અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૬૯ અને વધનારની સંખ્યા ૧૨૭૩ રહી હતી, ૧૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, જાન્યુઆરી, ૨૦૨૩ મહિનાનું જીએસટી કલેક્શન અંદાજીત રૂ.૧,૫૫,૯૨૨ કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૨માં ૧.૬૮ લાખ કરોડ રૂપિયા પછીનું બીજું સૌથી મોટું કલેક્શન નોંધવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ત્રીજી વખત જીએસટી કલેક્શન ૧.૫૦ લાખ કરોડને પાર થયું છે. ગયા સમાન ગાળાના સરખામણીમાં જીએસટી કલેક્શનમાં ૨૪%નો ઉછાળો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. રૂ. ૧,૫૫,૯૨૨ કરોડના જીએસટી કલેક્શનમાં રૂ.૨૮,૯૬૩ કરોડ સીજીએસટી, રૂ.૩૬,૭૩૦ કરોડ એસજીએસટી અને રૂ.૭૯,૫૯૯ કરોડ આઇજીએસટી છે.
રૂ. ૭૯,૫૯૯ કરોડના આઇજીએસટીમાં ૩૭,૧૧૮ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જ્યારે રૂ.૧૦,૬૩૦ કરોડ સેસના છે. રૂ.૧૦.૬૩૦ કરોડના સેસમાં ૭૬૮ કરોડ રૂપિયા વસ્તુઓની આયાત પરના છે. જાન્યુઆરી, ૨૦૨૨ની સરખામણીમાં જાન્યુઆરી, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૨૪% વધારે રહ્યું છે.ડિસેમ્બર, ૨૦૨૨માં ૮.૩ કરોડ ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીના સૌથી વધારે છે. આ અગાઉ ૭.૯ કરોડ ઇ-વે બિલ નવેમ્બર, ૨૦૨૨માં જનરેટ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૨૨ સુધીના ત્રીજા કવાર્ટરમાં કુલ ૨.૪૨ કરોડ જીએસટી રિટર્ન ભરવામાં આવ્યા હતાં. ગયા વર્ષના સમાન ગાળામાં જીએસટી રિટર્નની સંખ્યા ૨.૧૯ કરોડ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.