રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૫૦૦.૪૧ સામે ૫૯૭૭૦.૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૦૪.૫૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૩.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૯.૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૫૪૯.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૪૧.૭૫ સામે ૧૭૭૮૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૬૩૬.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૦.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૯૮.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અદાણી ગ્રુપ પર અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિંડનબર્ગના ગંભીર આક્ષેપો અને આ આક્ષેપોનું વિગતે ખંડન અને સ્પષ્ટતાનું યુદ્વ ચાલી રહ્યું હોઈ અને આવતીકાલે – બુધવારે કેન્દ્રિય બજેટ રજૂ થનારૂ છે, ત્યારે આજે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડીના અંતે પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ફોરેન પોર્ટપોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈઝે ભારતીય શેરબજારોમાં વેચવાલી ચાલુ રાખીને ગઈકાલે વધુ રૂ.૬૭૯૩ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. આમ ગત બુધવારે રૂ.૨૩૯૩ કરોડ અને શુક્રવારે રૂ.૫૯૭૮ કરોડ અને ગઈકાલે રૂ.૬૭૯૩ કરોડ મળીને ત્રણ દિવસમાં ફોરેન ફંડોએ અંદાજીત કુલ રૂ.૧૫,૧૬૩ કરોડના શેરો વેચ્યા હતા. અલબત આજે બજારમાં અનિશ્ચિત વોલેટીલિટીના અંતે બીએસઈ સેન્સેક્સ ૪૯ પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, ફંડોની એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને હેલ્થકેર શેરોમાં ફંડોમાં પ્રોફિટ બુકિંગ સામે સ્તાનિક ફંડો, રોકાણકારોની યુટિલિટીઝ, ઈન્ડસ્ટ્રીયલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, કોમોડિટીઝ, પાવર અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલીએ ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૭૬ લાખ કરોડ વધીને રૂ.૨૭૦.૨૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૩૩ અને વધનારની સંખ્યા ૨૩૭૭ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ૨૦ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો વિદેશી મુદ્રા ભંડાર ૧.૭ બિલિયન ડોલર વધીને ૫૭૩.૭૩ બિલિયન ડોલર થઈ ગયો છે. તાજેતરના આંકડા પરથી આ માહિતી મળી છે. રિઝર્વ બેંકની ફોરેન કરન્સી એસેટ્સ સાથે ગોલ્ડ હોલ્ડિંગમાં વધારો થવાને કારણે રિઝર્વમાં વધારો થયો છે. ફોરેન કરન્સી એસેટ્સ ૮૩૯ મિલિયન ડોલર વધીને ૫૦૬.૩૬ બિલિયન ડોલર થઈ છે, જ્યારે ગોલ્ડ રિઝર્વ ૮૨૧ મિલિયન ડોલર વધીને ૪૩.૭૧ બિલિયન ડોલર થઈ ગયું છે, ડેટા દર્શાવે છે. નાન-ડોલર અસ્કયામતોના પુનઃમૂલ્યાંકન, ગ્રીન બાન્ડ ઇશ્યુ કરતાં પહેલાં ડાલરની ખરીદી અને સોનાના ભાવમાં વધારો થવાને કારણે ૨૦ જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી અનામતમાં વધારો થયો હતો.
ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન રિઝર્વ બેંકના અનામતમાં ૧૦૦ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. છેલ્લા ૩ મહિનાથી, રિઝર્વ બેંક તેના અનામતને સુધારી રહી છે. આ મહિનાની શરૂઆતમાં, રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતથી વિદેશી મુદ્રા ભંડારમાં ૨૮.૯ બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે ૬ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં ૫૬૧.૬ બિલિયન ડોલર હતો અને આ ૯ મહિનાના આયાત બિલને પહોંચી વળવા માટે પૂરતું છે. વર્ષ ૨૦૨૨-૨૩. બરાબર હતું નવેમ્બર ૨૦૨૨માં, કેન્દ્રીય બેંકે યુએસ ડોલરની ચોખ્ખી ખરીદી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.