Home ગુજરાત મહેસાણાના મંડાલી નજીક રોડની સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી

મહેસાણાના મંડાલી નજીક રોડની સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી

43
0

હાલોલ ડેપોમાંથી નીકળેલ સરકારી બસ પાવાગઢથી થરાદ ડેપો જતી હતી એ દરમિયાન મહેસાણાના મંડાલી ગામ પાસે આવતા સરકારી બસમાં ચેકિંગ આવતા બસ ઉભી હતી. એ દરમિયાન પાછળ થી એક ટ્રક ચાલકે બસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. મહેસાણા અમદાવાદ હાઇવે પર દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

હાલોલ ડેપોમાંથી જીજે18ઝેડ3119 નંબરની સરકારી બસ પેસેન્જર ભરી હાલોલ પાવાગઢ થઈ થરાદ ડેપોમાં જવાનું હતું. એ દરમિયાન અમદાવાદ એસ.ટી.ડેપો ખાતે આવી ત્યાંથી થરાદ ડેપો જવા રવાના થઈ ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ મંડાલી ગામ પાસે સોમેશ્વર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે પહોંચતા એસ.ટી ખાતાની લાઈન ચેકિંગ બોલરો આવતા બસ સાઈડમાં કરાવી હતી.

બાદમાં ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન બસની પાછળથી એક ટ્રકે ટક્કર મારતા બસમાં બેસેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.બાદમાં તપાસ કરતા જીજે18એઈ9613 ટ્રકના ડ્રાઇવર ટક્કર મારી હતી અકસ્માત માં બસને 30 હજાર રૂપિયાનું નુકસાન જતા ડ્રાઇવર લાઘણાજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડની મહિલાએ બિલ સામે ઈન્સ્યોરન્સ કંપનીએ ઓછા ચુકવતા કોર્ટમાં ગઈ, કોર્ટે બાકીના ચુકવવા આદેશ આપ્યા
Next articleB-20 ઈન્ડીયા ઇન્સેપ્શન ની મિટિંગ, ગાંઘીનગર ના મહાત્મા મંદિર ખાતે યોજાઇ