રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૯૬૩.૮૩ સામે ૬૦૨૬૧.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૯૬૩.૮૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૨.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૮.૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૦૯૨.૯૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૨૫.૨૫ સામે ૧૮૦૫૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૮૬.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૦.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૪૧.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ફુગાવાના ડિસેમ્બર મહિનાના આંક છેલ્લા અઢી વર્ષથી વધુ સમય બાદ ઘટીને આવતાં એક તરફ અમેરિકામાં વ્યાજ દરમાં તીવ્ર વધારો અટકવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે આજે ભારતીય શેરબજારમાં આરંભિક તબક્કામાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો, જો કે મેટલ, કમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટો, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં ભારે વેચવાલી નોંધાતા બજારે યુ-ટર્ન લીધો હતો અને ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ચાઈનામાં કોવિડ અંકુશો હળવા કર્યાના અને ઉદ્યોગો ફરી ધમધમતાં થવા લાગ્યાના અહેવાલોની પોઝિટીવ અસર સાથે સરુઆતી તબક્કામાં તેજીનો ટ્રેન્ડ જળવાયો હતો, જો કે વૈશ્વિક અર્થતંત્ર માટે નવું વર્ષ ૨૦૨૩ પડકારરૂપ રહેવાની અનેક અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતોની આગાહી વચ્ચે શેરોમાં દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અલબત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ ભારે બે-તરફી અફડાતફડી સાથે અનિશ્ચિતતા યથાવત રહેતા છેલ્લા કલાકમાં ફંડોની ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, આઈટી, ટેક અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૯૩ અને વધનારની સંખ્યા ૧૬૧૯ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારત અને ચીન વચ્ચે સરહદે જારી તંગદિાલી છતાં વર્ષ ૨૦૨૨માં બંને દેશો વચ્ચેનો વેપાર વધીને ૧૩૫.૯૮ અબજ ડોલર થઇ ગયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. ચીનના કસ્ટમ દ્વારા આંકડા મુજબ ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને ૧૦૦ અબજ ડોલરને પાર થઇ ગઇ છે. વાર્ષિક ચાઇનિઝ કસ્ટમ ડેટા અનુસાર ૨૦૨૨૨માં ભારત અને ચીન વચ્ચેનો વેપાર વધીને ૧૩૫.૯૮ અબજ ડોલર થઇ ગયો છે. વર્ષ૨૦૨૧માં બંને દેશોનો વેપાર ૧૨૫ અબજ ડોલર હતો. આમ વર્ષ ૨૦૨૧ની સરખામણીમાં વર્ષ ૨૦૨૨માં બંને દેશોના વેપારમાં ૮.૪% નો વધારો થયો છે. ચીનની ભારતમાં નિકાસ વધીને ૧૧૮.૫ અબજ ડોલર થઇ ગઇ છે. ચીનની ભારતમાં નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૧.૭%નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૨માં ચીનની ભારતમાંથી આયાત ઘટીને ૧૭.૪૮ અબજ ડોલર રહી હતી. ચીનની ભારતમાંથી આયાતમાં વાર્ષિક ધોરણે ૩૭.૯ ટકાનો ઘટાડો થયો છે. ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને ૨૦૨૨માં ૧૦૧.૦૨ અબજ ડોલર થઇ ગઇ છે.
વર્ષ ૨૦૨૧માં ભારતની ચીન સાથેની વેપાર ખાધ ૬૯.૩૮ અબજ ડોલર હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૧૨૫.૬૨ અબજ ડોલર હતો. જેમાં વાર્ષિક ધોરણે ૪૩.૩૨%નો વધારો થયો હતો. ૨૦૨૧માં પ્રથમ વખત બંને દેશો વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરને પાર થયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં ભારતની ચીન સાથેની વેપાર ખાધ ૬૯.૫૬ અબજ ડોલર રહી છે. વર્ષ ૨૦૨૧માં ભારતની ચીનમાંથી થયેલી આયાત ૪૬.૧૪% વધીને ૯૭.૫૯ અબજ ડોલર રહી હતી. વર્ષ૨૦૨૧માં ચીનની ભારતમાંથી આયાત વાર્ષિક ધોરણે ૩૪.૨૮ ટકા વધીને ૨૮.૦૩ અબજ ડોલર રહી હતી. વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન ભારત અને ચીનના વેપારમાં ૭૫.૩૦%નો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ભારતની માંગ છતાં ચીને ભારતીય નિકાસકારો માટે ફાર્મા અને આઇટી સેક્ટરને ખુલ્લુ મૂક્યુ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.