રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૨૯૪.૨૦ સામે ૬૧૨૯૪.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૫૯૩.૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૩૩.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૬.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૬૫૭.૪૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૧૭.૩૦ સામે ૧૮૨૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૮૩.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧૪.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૦૩.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં કોવિડ અંકુશો હળવા કર્યાના અને ઉદ્યોગો ફરી ધમધમતાં થવા લાગ્યાના અહેવાલોની પોઝિટીવ અસર સાથે વૈશ્વિક બજારો હોલી-ડે મૂડમાંથી બહાર આવી સતત બે દિવસ તેજીનો ટ્રેન્ડ જળવાયો હતો, જો કે વૈશ્વિક અર્થતંત્ર માટે નવું વર્ષ ૨૦૨૩ પડકારરૂપ રહેવાની અનેક અર્થશાસ્ત્રીઓ, નિષ્ણાતોની આગાહી વચ્ચે શેરોમાં દરેક ઉછાળે સાવચેતી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. અલબત ભારતીય શેરબજારોમાં ઈન્ડેક્સ બેઝડ ભારે બે-તરફી અફડાતફડી સાથે અનિશ્ચિતતા યથાવત રહેતા છેલ્લા કલાકમાં ફંડોની ફ્રન્ટલાઈન શેરોમાં ભારે વેચવાલીએ ભારતીય શેરબજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની એકંદર ઓછી સક્રિયતા વચ્ચે આજે પણ લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં નફારૂપી વેચવાલીના જોરે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૯૨ લાખ કરોડ વધીને રૂ.૨૮૧.૭૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, યુટિલિટીઝ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, પાવર, કમોડિટીઝ, સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૫૧ અને વધનારની સંખ્યા ૧૧૩૬ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સમાપ્ત થયેલા ૨૦૨૨ના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બર માસમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોરદાર વધારો થયાનું પ્રાપ્ત સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. ડિસેમ્બર માસમાં ભારતનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ ૫૭.૮૦ સાથે ૨૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ફેકટરી ઓર્ડરમાં વધારાને પગલે પીએમઆઈમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ ૨૦૨૦ના મે બાદ આ સૌથી મોટો સુધારો હોવાનું એસએન્ડપી ગ્લોબલના સર્વે રિપોર્ટમાં જણાવાયું છે. ડિસેમ્બર માસમાં ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારમાં વધારો થયાનું અને કાચા માલ માલસામાનની ખરીદી ઊંચી રહ્યાનું સર્વે રિપોર્ટ પરથી જણાય છે. નવેમ્બર માસનો પીએમઆઈ ૫૫.૭૦ રહ્યો હતો.
નવા ઓર્ડરમાં વધારો જોઈને ઉત્પાદકોએ કાચા માલની ખરીદી વધારી હતી અને ઈન્વેન્ટરીસ પણ ઊભી કરી છે. કાચા માલના ભાવમાં વધારો મર્યાદિત રહ્યો હતો પરંતુ ઉત્પાદકો દ્વારા વેચાણ ભાવ વધારાયા હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. કામકાજ વધતા કંપનીઓ દ્વારા ભરતીમાં પણ વધારો કરાયો હતો. ડિસેમ્બર માસમાં સતત દસમા મહિને કર્મચારીઓની ભરતીમાં વધારો થયો હતો, પરંતુ ભરતીની માત્રા સપ્ટેમ્બર બાદ સૌથી નીચી રહી છે. પૂરવઠા સાંકળમાં થોડીઘણી પડકારભરી સ્થિતિને કારણે પણ કાચા માલની ખરીદીમાં વધારો જોવાયો હતો. કંપનીઓ દ્વારા મહત્વના એવા કાચા માલનો સ્ટોકસ ઊભો કરાયો હતો. છેલ્લા અઢી વર્ષમાં પહેલી જ વખત એવું જોવા મળ્યું છે, જેમાં કાચા માલના ભાવની સરખામણીએ વેચાણ ભાવમાં વધુ વધારો જોવા મળ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.