Home વ્યાપાર જગત - BUSINESS ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી...

ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને એનર્જી સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં તેજી તરફી રૂખ યથાવત્…!!!

46
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૧૦.૨૮ સામે ૬૦૬૨૮.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૪૭૯.૦૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૧.૫૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૩.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૩૩.૮૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૨૨.૩૫ સામે ૧૮૧૨૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૯૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૧૯૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૩ પૂરું થઈ રહ્યું હોઈ એક તરફ વૈશ્વિક બજારોમાં હોલી-ડે મૂડની સાથે ફોરેન ફંડોની સક્રિયતા ઘટતાં અને એશીયાના બજારોમાં મિશ્ર ટ્રેન્ડ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈના સાથે હવે હોંગકોંગ દ્વારા પણ અંકુશો ઉઠાવી લેવાના સમાચાર વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝમાં ડિસેમ્બર વલણનો અંત હોવાથી ઈન્ડેક્સ બેઝડ બે – તરફી વધઘટના અંતે નીચા મથાળે લેવાલી જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં અલબત લોકલ ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પસંદગીના સ્મોલ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ કર્યા સાથે ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને એનર્જી શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરી હતી, જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું.

ચાઈનામાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે હવે હર્ડ ઈમ્યુનિટી લોકોમાં લાવવા ચાઈનાએ પોતાની ઝીરો કોવિડ પોલીસી બંધ કર્યા સાથે તાજેતરમાં સરહદો સીલ કરવાના નિર્ણય બાદ હવે સરહદો આગામી મહિનાથી ખોલી નાખવાનો નિર્ણય લીધાના અહેવાલો વચ્ચે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરતા નીચા મથાળેથી રિકવરી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે રોકડાના શેરોમાં ફરી ફંડો, ઓપરેટરો સક્રિય બની જતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૨૪ લાખ કરોડ વધીને રૂ.૨૮૨.૩૬ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૭ અને વધનારની સંખ્યા ૧૭૮૫ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે ઘરઆંગણે વિકાસ દર પર સૂચિત અસરને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વર્ષ ૨૦૨૩માં નાણાં નીતિને ફરી હળવી કરે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિના ત્રણ બહારી સભ્યો દ્વારા આ સંદર્ભમાં સંકેત આપવામાં આવ્યા છે. ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં યોજાઈ ગયેલી એમપીસીની સમીક્ષા બેઠકની મિનટસ બાદ એમપીસીના કેટલાક સભ્યો દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં આ સંકેત અપાયા હતા. વૈશ્વિક અર્થતંત્રમાં કોઈપણ ઘટાડો ટૂંકજીવી નિવડશે, કારણ કે વિશ્વની કેન્દ્રીય બેન્કોએ ફુગાવાને નીચે લાવવા જે રીતે વ્યાજ દર વધારવામાં ઝડપ કરી હતી તેવી જ ઉતાવળ મંદીના કાળમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં કરાશે.

ફુગાવો અનેક દાયકાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ વર્ષ ૨૦૨૨માં વિશ્વની મોટાભાગની કેન્દ્રીય બેન્કોએ વ્યાજ દરમાં જોરદાર વધારો કર્યો છે. વર્ષ ૨૦૨૨ના માર્ચમાં અમેરિકામાં વ્યાજ દર જે ૦ થી ૦.૨૫%ની રેન્જમાં હતો તે હાલમાં વધી ૪.૨૫ થી ૪.૫૦%ની રેન્જમાં પહોંચી ગયો છે. ભારતમાં પણ રિઝર્વ બેન્કે વર્તમાન વર્ષમાં રેપો રેટ ૨.૨૫% વધારી ૬.૨૫% કર્યો છે. વૈશ્વિક મંદી કેટલો સમય સુધી રહે છે અને તે કેટલી ઘેરી રહેશે તથા ભારતીય અર્થતંત્ર પર તેની શું અસર જોવા મળશે તે જોવાનું એમપીસી માટે મહત્વનું બની રહેશે. નીચા વિકાસ અને ઊંચો ફુગાવો અર્થતંત્ર માટે નબળી સ્થિતિ બની શકે છે. સ્થિર બૃહદ્ આર્થિક વાતાવરણ ઊભું કરવા નીતિવિષયક પ્રતિસાદો આવશ્યક બની રહે છે. આયાતમાં ઘટાડો ભારતમાં માંગ ઘટી રહી હોવાના સંકેત આપે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર કારે બાઇકને ઠોકરે લેતા મહિલાનું મોત
Next articleરાજકોટમાં ઠેબચડા ગામમાં પિતાએ બકરા વેંચી નાખવાનું કહેતા યુવકે ગળેફાંસો ખાધો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.