Home દેશ - NATIONAL પેટાચૂંટણી: 10 વિધાનસભા સીટના પરિણામ, BJP 6 તો કોંગ્રેસ 2 પર આગળ

પેટાચૂંટણી: 10 વિધાનસભા સીટના પરિણામ, BJP 6 તો કોંગ્રેસ 2 પર આગળ

562
0

જી.એન.એસ, તા.૧૩ નવી દિલ્હી
8 રાજ્યોમાં 10 વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં આ રાજ્યોમાંથી 6 વિધાનસભા સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 2 સીટ પર આગળ છે. મધ્યપ્રદેશ, આસામ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, હિમાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 9 એપ્રિલે મતદાન થયું હતું. જ્યારે, શ્રીનગર લોકસભા સીટ પર થયેલી પેટાચૂંટણીમાં હિંસા પછી ગુરુવારે ફરી 38 પોલિંગ બૂથ પર મતદાન થઇ રહ્યું છે.
દિલ્હીમાં રાજૌરી ગાર્ડન સીટથી બીજેપી-અકાલી ગઠબંધનના ઉમેદવાર મનજિંગર સિંબ સિરસા આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર બીજા નંબર પર છે. જ્યારે આમ આદમી પાર્ટી ત્રીજા નંબર પર છે.
રાજસ્થાનની ધોલપુર સીટના શરૂઆતના વલણમાં પણ બીજેપીને જ બઢત મળી રહી છે. મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના અટેરમાં બીજેપી આગળ ચાલી રહી છે. પહેલા અહીંયા કોંગ્રેસ આગળ હતી. ઉમરિયા જિલ્લાની બાંધવગઢ સીટ પર બીજેપીએ બઢત બનાવી રાખી છે. આસામની ધેમાજી સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. હિમાચલના ભોરંજથી બીજેપી લીડ કરી રહી છે.
પશ્ચિમ બંગાળની કાંઠી સીટ પર ટીએમસી ઉમેદવાર આગળ છે. કર્ણાટકના નંજનગઢ અને ગુંદલૂપેટ સીટ પર કોંગ્રેસે બઢત બનાવી રાખી છે. આ ઉપરાંત, ઝારખંડના લિટ્ટીપાડામં જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા) આગળ ચાલી રહી છે.
શ્રીનગર લોકસભા સીટના 39 પોલિંગ બૂથ પર ગુરુવારે મતદાન થઇ રહ્યું છે. આ સીટ પર 9 એપ્રિલે હિંસા થઇ હતી. અહીંયા 7.14% મતદાન થયું હતું. ચૂંટણીપંચે આ પોલિંગ બૂથ પર ફરીથી વોટિંગ કરાવવાનો નિર્ણય કર્યો હતો.
મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના અટેરમાં 60%, ઉમરિયા જિલ્લાની બાંધવગઢ સીટ પર 67% અને દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં 44% મતદાન થયું. આસામની ધેમાજી સીટ પર 67%, હિમાચલપ્રદેશના ભોરંજમાં 63% પશ્ચિમ બંગાળના કંઠીમાં 80% મતદાન થયું. જમ્મુ-કાશ્મીરની શ્રીનગર લોકસભા સીટ પર હિંસાની વચ્ચે ફક્ત 7.14% અને રાજસ્થાનના ધોલપુરમાં 80% મતદાન થયું. કર્ણાટકના નંજનગઢમાં 76% અને ગુંદલૂપેટમાં 78% મતદાન થયું. ઝારખંડમાં પાકુડ જિલ્લાના લિટ્ટીપાડા સીટ માટે પણ મતદાન થયું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકુલભૂષણ મામલે સયુંક્ત રાષ્ટ્ર કોઇ પણ ટિપ્પણી કરવાનો કર્ય ઇન્કાર
Next articleવિરાટ કોહલી સંપૂર્ણ રીતે ફિટ, કાલે મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ IPL મેચ રમશે