Home ગુજરાત અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસની ઇન્ડિયન ડેરી એસોસિએશના ચેરમેન તરીકે કરાઇ વરણી

અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસની ઇન્ડિયન ડેરી એસોસિએશના ચેરમેન તરીકે કરાઇ વરણી

35
0

દેશમાં ડેરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન ડેરી એસોસિએશન (આઈડીએ)ની સ્થાપના 1948મા થઇ હતી. આ સંસ્થાના સભ્યો સહકારી, એમએનસી, કોર્પોરેટર સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થા, સરકારી અને જાહેર ક્ષેત્રના એકમો છે. આઈડીએ દેશમાં ડેરીના વિકાસ સાથે સંકલાયેલા ડેરી ઉત્પાદકો, વ્યાવસાયિકો, આયોજકો, વૈજ્ઞાનિકો અને શિક્ષણક સંસ્થાઓ સાથે ખૂબ જ નજીકથી કાર્ય કરે છે. મહત્વનું છે કે ઇન્ડિયન ડેરી એસોસિએશન (ગુજરાત સ્ટેટ ચેપ્ટર)ની સ્થાપના 27મી જાન્યુઆરી, 1998ના રોજ કરવામાં આવી હતી. આઈડીએ દેશમાં ડેરી ઉદ્યોગના વિકાસ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો, વૈજ્ઞાનિકો, સંસ્થાઓ અને સંસ્થાઓના વિવિધ વિભાગોને પુરા પાડતા વિષયોની વિશાળ શ્રેણી પર સેમિનાર અને પ્રદર્શનોનું આયોજન કરે છે.

આ સાથે આઈડીએ ટેકનિકલ, વૈજ્ઞાનિક માહિતીનું પ્રસારણ, વ્યક્તિગત તેમજ સંસ્થાઓ દ્વારા ઇન્ડિયન ડેરીમેન અને ઇન્ડિયન જર્નલ ઓફ ડેરી સાયન્સના પ્રકાશન દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આણંદ અમૂલ ડેરી ના એમડી અમિત વ્યાસને 31 વર્ષથી વધુ બહોળો અનુભવ ધરાવે છે, જેમાંથી 30 વર્ષથી ડેરી ઉદ્યોગમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ તેમના પિતાથી ખૂબજ પ્રેરિત થયા છે. જેમણે ડો. વર્ગીસ કુરિયન સાથે કામ કર્યું છે અને ડેરી ઉદ્યોગને વિવિધ ક્ષમતાઓ પર સમર્પિતપણે સેવા આપી હતી.

એ બાબત નોંધનીય છે કે ઉત્કૃષ્ટતા માટેનો તેમનો જુસ્સો, તેના બાળપણના અનુભવો તેમજ તેમના પિતાના માર્ગદર્શન થકી તેઓ પૂણે યુનિવર્સિટીમાંથી ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં એન્જિનિયરિંગમાં સ્નાતક થયાં પછી, તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ (ઇરમા)માંથી એડવાન્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેમણે કેમિકલ ફેક્ટરીમાં પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરી હતી.

તેઓએ અમૂલ ડેરીમાં ડિજીટલાઇઝેશન, ડેરી પ્લાન્ટ ઓટોમાઇઝેશન, ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ટ્રોલ અને સસ્ટેનિબિલિટીનું સફળ નેતૃત્વ કર્યું છે. અમિત વ્યાસે ડેરી ઈન્ડસ્ટ્રીઝમાં ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે વિવિધ કામો કર્યા છે, જે માટે રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેઓ દ્વારા દૂધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પશુ સંવર્ધન ક્ષેત્રે તેમજ પશુ પોષણ ક્ષેત્રે વિવિધ ટેકનોલોજીનો સમન્વય કરી મોટા પાયે સેક્સ સિમેન, એમ્બ્રિઓ ટ્રાન્સફર તેમજ ટોટલ મિક્સ રાશન જેવી પદ્ધતિઓનું સફળ અમલીકરણ દૂધ મંડળીઓમાં કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field