જી.એન.એસ, તા.૧૩
પાકિસ્તાનમાં 19 માર્ચથી હિન્દુ લગ્ન ધારો 2017 અમલમાં આવી ગયો છે. આ કાયદાના અમલ સાથે પાકિસ્તાનમાં બળજબરીથી થતાં ધર્માંતરણનો અંત આવી જશે. હવેથી હિન્દુ લગ્ન અંગે નોંધણી પણ થઈ શકશે અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
હિન્દુ યુવતી ગોબિયાએ જણાવ્યું હતું કે હિન્દુ છોકરીઓ અને મહિલાઓને હમેશા અપહરણ થવાનો અને ધર્મપરિવર્તન કરાવી બળજબરીથી બીજીવારના લગ્નનો ડર રહેતો હતો. કોઈ હિન્દુ સાથે નહીં પણ અન્ય ધર્મના લોકો સાથે આ બીજા બળજબરીથી લગ્નનો ડર રહેતો હતો. હવે નવા કાયદાથી તેમને રક્ષણ મળી રહેવાની હિન્દુઓને અપેક્ષા છે. હવેથી હિન્દુઓ લગ્નની સરકાર પાસે કાયદેસરની નોંધણી કરાવી શકાશે અને તેના પુરાવા પણ હશે. આવી સ્થિતિમાં પીડિત મહિલા અને તેમના પરિવારજનોને પુરવાર કરવું નહીં પડે કે તેઓ અગાઉથી પરિણિત હતાં.
પાકિસ્તાન કાઉન્સિલ ઓફ મેઘવારના ચેરમેન અર્જુનદાસે જણાવ્યું હતું કે બિનહિન્દુ સમાજના વગદાર લોકો તેમની પરિણિત પુત્રીઓ અને બહેનોના અપહરણ કરાવે છે અને બીજીવાર તેમના બળજબરીથી લગ્ન કરાવી દે છે.
16 વર્ષની અંજલિકુમારીનું ત્રણ વર્ષ અગાઉ અપહરણ કરાયું હતું. એક જ દિવસમાં બળજબરીથી તેનું ધર્મપરિવર્તન કરાયું હતું. અંજલિકુમારીના પિતા કુંદનલાલ મેઘવારે કહ્યું હતું કે જ્યારે અમે અમારી પુત્રીના અપહરણ વિશે અવાજ ઉઠાવ્યો ત્યારે સ્થાનિક રાજકીય સંગઠનો સાથે મળી જઈ અપરહણકર્તાઓ અમને મારવાની ધમકીઓ આપતાં હતાં.
પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓના અપહરણની ઘટના સામાન્ય બાબત છે. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવીને તેમના લગ્ન કરાવી દેવાની ઘટના છાસવારે બને છે. આ અંગે પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલ અને પાકિસ્તાન કાઉન્સિલ ઓફ મેઘવાર લાંબા સમયથી સંઘર્ષ ચલાવે છે.
પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના વડા રમેશકુમાર વંકવાણીએ જણાવ્યું હતું કે નવા કાયદાની સફળતા માટે રાજકીય ઈચ્છા શક્તિ અતિ આવશ્યક છે. પાકિસ્તાનના કટ્ટરવાદી વાતાવરણમાં લઘુમતીના અધિકારીઓ માટે વિશેષ આશા દેખાતી નથી પરંતુ સરકાર નવો કાયદો ઘટીને પરિસ્થિતિ બદલી નાખવાની શરૂઆત કરવાની ઓછામાં ઓછા સંકેત તો આપ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.