રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૮૨૬.૨૨ સામે ૬૦૨૦૫.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૭૬૫.૫૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૧.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૮૦.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૮૪૫.૨૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૭૦.૩૫ સામે ૧૮૦૫૫.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૩૧.૨૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૩.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦૬.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૬૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં કોરોના વિસ્ફોટ થવા લાગી ચાઈના બાદ અમેરિકામાં કેસોમાં ચિંતાજનક વધારો થયાના અહેવાલ વચ્ચે હવે સર્વત્ર ફફડાટ ફેલાઈ જવાની ભીતિ સાથે વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં તેજીનો મોટો વેપાર હળવો થતાં આજે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો. કોવિડની નવી લહેર ભારતમાં ન ફેલાય એ માટે તકેદારીના અગમચેતીના પગલાં લેવાની ભારત સરકારે શરૂઆત કરી દીધા છતાં ચિંતાને લઈ ફરી સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની અને ઉદ્યોગો ઠપ્પ થઈ જવાની ભીતિ સાથે લોન ડિફોલ્ટનું જોખમ વધવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં મોટાપાયે વેચવાલી કરી હતી.
ચીન, અમેરિકા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય દેશોમાં કોરોનાએ પુનઃ માથું ઉંચકતા વિશ્વમાં આર્થિક કટોકટી ઉદભવવા સાથે મંદીના એંધાણ પ્રબળ બનતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સતત ચોથા દિવસે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે કોરોના પ્રસરતા ભારતમાં પણ પ્રસરવાના ભય સાથે પુનઃ આર્થિક ગતિવિધીઓ ખોરવાઈ જવાના ભય પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮.૩૬ કરોડ ઘટીને રૂ.૨૭૨.૧૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૩.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, મેટલ, કોમોડિટીઝ, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ડસ્ટ્રીયલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૮૧ અને વધનારની સંખ્યા ૪૧૧ રહી હતી, ૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ચીનમાં ફરી કોરોનાનો વિસ્ફોટ થતાં દેશના નિકાસકારોની ચિંતામાં વધારો થયો છે અને ચીન ખાતે નિકાસમાં ઘટાડો થવાનો ભય સતાવી રહ્યો છે. ચીનમાં જ સ્થિતિ વધુ ભયાનક બનશે તો ભારતની નિકાસ તથા ત્યાંથી કાચા માલની આયાત ખોરવાઈ જવાની દેશના ઉદ્યોગોમાં ભય ઊભો થયો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતની નિકાસમાં ચીનનો ક્રમ ચોથો રહ્યો છે. ચીન ભારતનો એક મોટો વેપાર ભાગીદાર દેશ છે, માટે તેની સાથેના વેપાર વ્યવહાર જળવાઈ રહે તે જરૂરી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં ચીન ભારતનું બીજું મોટું વેપાર ભાગીદાર દેશ રહ્યું છે. વિશ્વ વેપારમાં પણ ચીનનો મોટો હિસ્સો રહેલો છે ત્યારે ચીન ખાતે કોઈપણ ખલેલ વિશ્વના અનેક દેશોના વેપારને ખોરવી નાખશે તેવી શકયતા નકારાતી નથી, જો કે ભારતમાં મૂળભૂત આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત છે પરંતુ વૈશ્વિક પરિબળોને કારણે અર્થતંત્રને થોડું નુકસાન થશે.
આરબીઆઇ ના ગર્વનરે જણાવ્યું હતું કે, આરબીઆઇ તેજીથી વધી રહેલા ૭૦ સૂચકાંકો પર નજર રાખે છે અને આ સૂચકાંકો સારી પરિસ્થિતિમાં છે, જો કે બાહ્ય માંગની અસર અર્થતંત્રને પ્રભાવિત કરશે. આરબીઆઇ આ મહિનાની શરૂઆતમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તેની વૃદ્ધિનું અનુમાન અગાઉના ૭%થી ઘટાડીને ૬.૮% કર્યું હતું છે. ભારતીય નાણાંકીય ક્ષેત્ર વિવિધ પ્રકારના પરિવર્તન પર ચાલી રહ્યું છે અને ઘણી સારી સ્થિતિમાં છે અને ફુગાવાને અંકુશમાં લેવા સરકાર અને કેન્દ્રીય બેંક વચ્ચે તમામ સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.