જી.એન.એસ, તા.૧૨
વિધાનસભામાં ફી વિધેયક બિલને રાજ્યપાલે મંજૂરી આપતા પાસ કર્યું છે. આ સાથે હવે ખાનગી શાળાઓ પોતાની રીતે મનમાની કરી ફી વસૂલી શકશે નહીં. ખાનગી શાળા હવે એક સાથે આખા વર્ષની ફી પણ વસૂલી નહીં શકે. આ ઉપરાંત તેમણે ફી વધારતા પહેલા ફી નિર્ધારણ કમિટીની મંજૂરી મેળવવી પડશે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રાજયના શિક્ષણ વિભાગ ધ્વારા વિદ્યાનસભા ગૃહમાં શાળા ફી વિધેયક બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં રાજયના શિક્ષણ વિભાગ રાજયની તમામ સેલફાઇન્સાસ શાળાઓ ફી વધારા પર અંકુશ લગાવી તમામ શાળાઓને એક જ ફીના સ્લેબ નીચે લાવવાની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગના નિર્ણયથી રાજયની તમામ ખાનગી શાળાઓમાં સરકાર વિરુધ્ધ ભારે રોષ ફેલાઇ ગયો હતો. આ મામલે કેટલીક શાળાઓએ તો વિદ્યાથીઓને શાળામાં અપાતી સુખ સુવિધામાં પણ કાપ મુકવાની વાત કરી છે.
બીજી તરફ આ અંગે શિક્ષણ પ્રધાને અજાણતા વ્યકત કરી હતી અને જો કોઇ વાલીઓ આ મામલે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરશે, તો આવી શાળા સામે તપાસ કરવાની હૈયાધારણા આપી હતી. જ્યારે સુરતમાં ફી માટે બાળકને ગોંધી રાખવાના મામલાની રાજય સરકારે પણ ગંભીર નોંધ લીધી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ કે બાળક એ ગ્રાહક નથી. તેમણે આ ઘટનાને વખોડી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.