Home દેશ - NATIONAL કરોડોના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઝડપાયો

કરોડોના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર ઝડપાયો

536
0

(જી.એન.એસ), તા.૮ અમદાવાદ
ગેરકાયદેસર ચાલતાં કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સાગર દુબઇથી મુંબઇ આવ્યો ત્યારે થાણે ક્રાઇમ બ્રાન્ચે તેને એરપોર્ટ પર ઝડપી પાડ્યો હતો. વિદેશીઓ પાસેથી પૈસા ખેરવી 500 કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર છેલ્લા લાંબા સમયથી ફરાર હતો.
અમેરીકનોને 500 કરોડનો ચૂનો લગાવનાર સાગર ઠાકર ઉર્ફે સેગી ઝડપાઇ ગયો છે. મળતી માહિતી અનુસાર સાગર પોતાનો ટાર્ગેટ પુરો કરવા માટે પોતાની સાથે કામ કરતાં યુવકોને લલચામણી ઓફરો આપતો હતો. જો કોઈ એમ્પલોઈ 50 હજાર ડોલરનો ટાર્ગેટ પુરો કરે તો તેને રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ ઓફર કરતો હતો. તે કર્મચારીઓને મહિને 40 હજાર પગાર આપતો હતો.
અમેરિકન ટેક્સ ડિફોલ્ટરોને અમેરિકન ટેક્સ અધિકારીને નામે ધાકધમકી આપીને કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે એવી માહિતીને આધારે થાણે કમિશનર પરમવીર સિંહની આગેવાનીમાં મીરા રોડમાં 4 ઓક્ટોબરે કોલ સેન્ટરો પર દરોડા પાડીને 700 જણને કબજામાં લેવાયા હતા. આમાંથી 74 જણની વિધિસર ધરપકડ કરી હતી, જ્યારે અન્યોની પ્રત્યક્ષ સંડોવણી નહીં જણાતાં છોડી દેવાયા હતા. આ કેસના સીધા તાર અમદાવાદ સાથે જોડાયા કારણ કે કોલ સેન્ટર કાંડના મુખ્ય સુત્રધાર સાગર અમદાવાદમાં જ રહેતો હતો અને અહીંથી જ તેને શરૂઆત કરી હતી પોતાના કાળા કારોબારની.
સાગરની નજીકના મિત્રોનું કહેવું હતું કે સાગરે લંડનની યુવતી સાથે લગ્ન કરી લીધા છે અને તે પત્ની અને બહેન સાથે દુબઈમાં સ્થાયી થઇ ગયો હતો. કોલ સેન્ટરોમાંથી કમાયેલા કરોડો રૂપિયામાંથી સાગરે દુબઈમાં 7 સ્ટાર હોટલ સહિતની પ્રોપર્ટી વસાવી લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં સ્વાઈન ફ્લુનો તરખાટ, વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્ર ઉંધામાથે
Next articleહિંમતનગર: ડૉ.બાબાસાહેબની પ્રતિમા મૂકવાનું સ્ટ્રક્ચર તોડી નખાતા વિવાદ