Home દુનિયા - WORLD PAK વિરુદ્ધ યુદ્ધનું એલાન કરો: અફઘાન પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને કહ્યું

PAK વિરુદ્ધ યુદ્ધનું એલાન કરો: અફઘાન પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને કહ્યું

396
0

(જી.એન.એસ), તા.૮ કાબુલ:
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો થઇ રહ્યા છે. લોકો અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર વિસ્તારોમાં પાકિસ્તાનના ગોળીબારનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ અફઘાન પ્રેસિડેન્ટ અશરફ ગનીને અપીલ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરવામાં આવે.
21 ફેબ્રુઆરીએ હેલમંદ પ્રોવિન્સની રાજધાની લશ્કરગાહમાં પાક વિરુદ્ધ જોરદાર પ્રદર્શનો થયા હતા. તેમાં પાકને આતંકવાદને ઉત્તેજન આપતો દેશ કહેવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને અપીલ કરી હતી કે પાક વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દે. લોકોનું એમપણ કહેવું હતું કે જો યુદ્ધનું એલાન કરવામાં આવે તો અફઘાન તાલિબાન પાક આર્મી વિરુદ્ધ યુદ્ધ કરશે.
મેમ્બર્સના જણાવ્યા પ્રમાણે, “અમે નથી ઇચ્છતા કે અફઘાનિસ્તાન, પાક આર્મી અને આતંકીઓના હાથે ચડીને બરબાદ થઇ જાય.” બીજી બાજુ પાકિસ્તાન, બલૂચિસ્તાન અને અન્ય વિસ્તારોમાં રહેતા અફઘાન લોકો પર આતંકી હોવાનો આરોપ લગાવીને તેમને ટોર્ચર કરી રહ્યું છે. નંગરહાર અને કુનાર જેવા અફઘાન શહેરો પર મિસાઇલ હુમલો કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ડૂરંડ લાઇન (પાક-અફઘાન સીમા) ની પાસે પણ પાક મિલિટરી પ્રવૃત્તિઓ વધારી રહ્યું છે. પાક તાલિબાને એવો પણ ખુલાસો કર્યો છે કે પાકના મુસ્લિમ સ્કોલર અને આઇએસઆઇ ધર્મના નામે લડવા માટે યુવાનોને ઉત્તેજિત કરી રહ્યા છે. માત્ર તાલિબાન જ નહી, લશ્કર-એ-ઝાંગવી, જૈશ-એ-મોહમ્મદ અને હક્કાની નેટવર્ક જેવા આતંરી સંગઠનો પણ પાકની જમીન પર જ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘યોગી સરકારે ભેદભાવ કર્યો, સૌની કરવી હતી લોન માફી’- બુંદેલખંડના ખેડૂતો
Next articleઅમેરિકા-રશિયા વચ્ચે યુદ્ધ માત્ર એક ઈંચ દૂર, પુતિને આપી ચેતાવણી