Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

55
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૧૮૧.૬૭ સામે ૬૧૭૭૦.૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૬૭૬.૧૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૩.૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૧૩૦.૫૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૫૮૩.૬૫ સામે ૧૮૫૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૪૫૬.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૬૦૫.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ગુજરાતમાં વિધાન સભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઐતિહાસિક અનેક નવા રેકોર્ડ સાથે ભાજપના જવલંત વિજય સાથે જાણે ગુજરાત ઈલેક્શન સાથે શેરોમાં રેકોર્ડ તેજીનો પણ અંત આવી ગયો હોય એમ આજે દરેક ઉછળે સાવચેતીએ ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ ટું ઓફલોડિંગ કર્યું હતું. આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ક્રેડિટ સૂઈસ સિક્યુરિટીઝ ઈન્ડિયા દ્વારા અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાના પરિણામે બીજા અર્ધવાર્ષિકમાં મંદીની આગાહી કરતાં અને એના પરિણામે આઈટી કંપનીઓના વેલ્યુએશનમાં કરેકશન આવવાની ચેતવણી આપતાં આઇટી – ટેકનોલોજી સહિતના આઈટી શેરોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક આર્થિક મંદીના ફફડાટ અને રશિયા દ્વારા ન્યુક્લિયર યુદ્વની ચેતવણી અને તાઈવાન મામલે ચાઈનાનું કડક વલણે જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહેતા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી, ઓટો, પાવર, યુટિલિટીઝ અને બેન્કેક્સ શેરોમાં ફંડોની વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૧ પોઈન્ટ ઘટીને જ્યારે નિફટી ફ્યુચર ૨૧ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં સાવચેતી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૬ લાખ કરોડ વધીને રૂ.૨૮૮.૪૩ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, મેટલ, સર્વિસિસ, કમોટિડીઝ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૫ અને વધનારની સંખ્યા ૧૭૭૩ રહી હતી, ૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વિદેશી મુદ્રા ભંડાર ૨ ડિસેમ્બરના રોજ પુરા થયેલા સપ્તાહમાં ૧૧.૦૨ બિલિયન ડોલર વધીને ૫૬૧.૧૬ બિલિયન ડોલર થઈ ગયું છે જે, ૨૬ ઓગસ્ટ પછીનું સર્વોચ્ચ સ્તર છે. વિદેશી મુદ્રા ભંડારમાં તીવ્ર વધારો મુખ્યત્વે આરબીઆઇની વિદેશી અસ્કયામતોમાં ઉછાળાને કારણે હતો, જે ૯.૭ બિલિયન ડોલર વધીને ૪૯૬.૯૮ બિલિયન ડોલર સુધી પહોંચ્યો હતો. સતત ચોથા સપ્તાહે આરબીઆઇના મુદ્રા ભંડારમાં વધારો થયો છે. ૪ નવેમ્બરે અનામત ૫૩૦ બિલિયન ડોલર હતું. યુ.એસ. ડોલરમાં ઇન્ડેક્સમાં તીવ્ર ઘટાડા વચ્ચે કરન્સી રિઝર્વમાં તીવ્ર વધારો થયો છે. નવેમ્બરમાં ડોલર ઇન્ડેક્સ લગભગ ૬% ઘટયો હતો કારણ કે યુ.એસ. ફુગાવાના ડેટાએ અપેક્ષા કરતા વધુ તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો, જે આશાને વેગ આપે છે કે ફેડરલ રિઝર્વ નાણાંકીય કડકતા ધીમી કરી રહ્યું છે.

૨ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રૂપિયો યુ.એસ. ડોલર સામે ૦.૪૫% સુધર્યો હતો અને સપ્તાહના અંતે ૮૧.૩૨ પ્રતિ ડોલર હતો. વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ડોલર સામે સ્થાનિક ચલણમાં ૯.૬%નો ઘટાડો થયો છે. ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાથી ભારતીય રૂપિયા જેવા ઉભરતા બજારના ચલણમાં મજબૂતી આવી હતી. પુન: મૂલ્યાંકન સિવાય, આરબીઆઇએ કદાચ ડોલરની ખરીદી કરી હશે કારણ કે આપણે ગત અઠવાડિયે ડોલર ઇન્ડેક્સ તૂટતા જોઈ રહ્યા છીએ. આરબીઆઇએ કેટલાક ડોલર ખરીદ્યા હશે. આ સિવાય ડોલર સિવાયની સંપત્તિમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં, આ બંને કારણોસર વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય નૌસેનામાં ઐતિહાસિક ક્ષણ, પહેલી વાર મહિલાઓ બનશે સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડો
Next articleગુજરાત ના CM ભૂપેન્દ્ર પટેલ ની 2.0 સરકાર
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.