રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૫૭૦.૬૮ સામે ૬૨૬૯૦.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૮૮૯.૧૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૬.૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૮૯.૦૧ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૧૮૧.૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૨૦.૧૫ સામે ૧૮૭૬૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૫૧૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૫૭૧.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક આર્થિક મંદીના ફફડાટ અને રશિયા દ્વારા ન્યુક્લિયર યુદ્વની ચેતવણી વચ્ચે વિધાન સભા ચૂંટણીમાં ભાજપના હિમાચલ પ્રદેશમાં પરાજય સામે ગુજરાતમાં અનેક રેકોર્ડ બ્રેક કરીને સતત સાતમી વખત સત્તા મેળવતાં અને ઐતિહાસિક વિજય મેળવતાં સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં તેજી મળી હતી. ફંડોની આ સાથે એફએમસીજી, હેલ્થકેર, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં પસંદગીની લેવાલી થઈ હતી. જ્યારે આઈટી, ટેક, રિયલ્ટી, મેટલ, એનર્જી, યૂટિલિટીઝ અને કોમોડિટીઝ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ગુજરાત ચૂંટણી પૂર્વે જ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી કરી મૂકાયા બાદ આજે ભાજપના રેકોર્ડ વિજય છતાં ઓવરબોટ પોઝિશન હોવાથી ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં અપેક્ષિત ૦.૩૫%નો વધારો કર્યા સાથે જીડીપી – આર્થિક વિકાસનો અંદાજ નજીવો ઘટાડીને મૂકતાં અને વૈશ્વિક મોરચે ફરી આર્થિક મંદીના ફફડાટમાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટના ૮૦ ડોલરની સપાટી અંદર ઊતરી જતાં ફંડોએ સાવચેતીમાં શેરોમાં ઈન્ડેક્સ બેઝડ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. વૈશ્વિક પરિબળો સાથે ઘર આંગણે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના છતાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના પરાજયના પરિણામે સાવચેતીમાં ફંડો, ખેલાડીઓ તેજીના નવા વેપારથી દૂર રહ્યા હતા. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ સાવચેતીમાં નફારૂપી વેચવાલી થઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૪ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૭.૬૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, હેલ્થકેર, બેન્કેક્સ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૯૧ અને વધનારની સંખ્યા ૧૧૩૪ રહી હતી, ૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષમાં વ્યાજ દરમાં કુલ ૨.૨૫%નો વધારો કરાયો છે. જો કે દેશમાં વિકાસને ગતિ આપવા એમપીસીએ રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી કરી છે. જુન, ઓગસ્ટ તથા સપ્ટેમ્બરની છેલ્લી ત્રણ બેઠકમાં રેપો રેટમાં ૫૦ બેઝિસ પોઈન્ટનો વધારો કરાયો હતો અને મેમાં ૪૦ બેઝિસ પોઈન્ટ વધારાયા હતા. વ્યાજ દરમાં વધારો કરાતા લોન્સ માટેના ઈએમઆઈમાં વધારો થશે એટલું જ નહીં હોમ લોન્સ સહિતની લોન્સના વ્યાજ દર ફરી વધશે. એમપીસીના છ સભ્યોમાંથી પાંચ સભ્યએ વ્યાજ દરમાં ૩૫ બેઝિસ પોઈન્ટ વધારવાની તરફેણ કરી હતી. ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીએ વર્તમાન નાણાં વર્ષ માટે રિટેલ ફુગાવાની ૬.૭૦%ની ધારણાં જાળવી રાખી હતી, જ્યારે આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ ૭% પરથી ઘટાડી ૬.૮૦% કરાયો છે.
વર્તમાન નાણાં વર્ષનો ફુગાવો ૨% ઉપર – નીચે સાથે રિઝર્વ બેન્કના ૪%ના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. ફુગાવો નીચામાં ૨% તથા ઉપરમાં ૬% સુધી જાળવવા રિઝર્વ બેન્કને છૂટ અપાયેલ છે. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે જીડીપીની ધારણાં ૪.૬૦%થી ઘટાડી ૪.૪૦% કરાઈ છે જ્યારે ચોથા ત્રિમાસિક માટે ૪.૨૦% મૂકવામાં આવી છે. નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક માટે જીડીપી અંદાજ ૭.૨૦%થી ઘટાડી ૭.૧૦% કરાયો છે. બીજી બાજુ વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક માટે ફુગાવાનો અંદાજ ૬.૫૦%થી વધારી ૬.૬૦% કરાયો છે, જ્યારે ચોથા ત્રિમાસિક માટે ૫.૮૦%થી વધારી ૫.૯૦% કરાયો છે, અને નાણાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક માટે ફુગાવાનો દર ૫% રહેવા ધારણાં મૂકવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.