(જી.એન.એસ), તા.૭
સુરતઃ16મી એપ્રિલની રાત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શહેરના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરનાર છે. ત્યારે આજે સર્કિટ હાઉસના પાછળના ભાગે નદી કિનારે સિટી પોલીસના ઓન ડયૂટીના કોરા કાર્ડ મળી આવ્યા હતા. સુરક્ષાની દૃષ્ટિએ ગંભીર કહી શકાય એવા પ્રકરણમાં કેટલાંક પોલીસકર્મીઓની જ ગંભીર બેદરકારી છતી થઈ રહી છે. કેમકે ઉપયોગમાં ન લેવાયા હોય એવા કોરા કાર્ડ ગમે તેમ ફેંકી દેવામાં આવે તો તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.
પીએમની મુલાકાત ટાળે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ જતી હોય છે અને અગાઉથી નક્કી કરેલાં શિડયુલ્ડ મુજબ જ લોકોની મુલાકાત પીએમ સાથે થતી હોય છે. પોલીસ બંદોબસ્ત માટે કયા જવાનો હાજર રહેશે એની પણ યાદી બનતી હોય છે. પોલીસ જવાનો પોલીસ કમિશનરની કચેરી દ્વારા ઇશ્યુ કરતા ઓન ડયૂટી કાર્ડ સ્પષ્ટ વંચાઈ એ રીતે શર્ટ પર લગાવવાના હોય છે. ગંભીર કહી શકાય એવી બાબત આજે સામે આવી હતી જેમાં સર્કિટ હાઉસની પાછળની બાજુએથી અનેક કાર્ડ મળી આવ્યા હતા જેમાં કેટલાંક કોરા પણ હતા. કોરા કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ સુરક્ષામાં બાધા ઊભી કરી શકે એ વાતમાં બેમત ન હોય શકે.
આ અંગે સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યુ કે કાર્ડ પર તારીખ હોય છે અને અમે દરેક વખતે નવા કાર્ડ ઇશ્યુ કરીએ છીએ જેથી આ બાબત સુરક્ષામાં છીંડા સાથે ન જોડી શકાય
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.