Home ગુજરાત ગુજરાતઃ 1557 ગ્રામ પંચાયતોની 8 એપ્રિલે ચૂંટણી યોજાશે, 11 એપ્રિલે મતગણતરી

ગુજરાતઃ 1557 ગ્રામ પંચાયતોની 8 એપ્રિલે ચૂંટણી યોજાશે, 11 એપ્રિલે મતગણતરી

471
0

(જી.એન.એસ),તા.૭
ગાંધીનગર
ગુજરાતમાં 1557 ગ્રામ પંચાયતોની 8 એપ્રિલને શનિવારે ચૂંટણી યોજાશે. કુલ 349 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. જેથી હવે હરિફાઈમાં રહેલા સરપંચોની સંખ્યા 1484 રહી છે. તેમજ વોર્ડની સંખ્યા 7,771 રહી છે. રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. રાજ્ય ચૂંટણી પંચે કહ્યું હતું કે 8 એપ્રિલે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરાશે. ગુજરાત હાઈકોર્ટના હુકમ અન્વયે નોટાનો અમલ કરવાનો રહે છે.
રાજ્ય ચૂંટણીપંચના અધ્યક્ષ વરેશ સિંહાએ 1828 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી, જે અનુસાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ હતી. ઉમેદવારી પત્રો ચકાસણી 24 માર્ચે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 25 માર્ચ હતી. ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજનવાળી અંદાજિત ગ્રામ પંચાયતોમાં 1828 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 16,082 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાવાની હતી. આ સિવાય જે ગ્રામ પંચાયતોની મુદત પુરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. અને સાથે મધ્યસત્ર ચૂંટણીવાળી ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ યોજાઈ રહી છે.

Previous articlePM મોદીના આગમન અગાઉ નદીમાંથી ON DUTY લખેલા કોરા કાર્ડ મળ્યા
Next articleગુજરાતની ચૂંટણી માટે NCP અને JDUનું ગઠબંધન, સાથે લડશે ચૂંટણી