રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨,૬૨૬.૩૬ સામે ૬૨૬૧૫.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૩૧૬.૬૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૪૩.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૫.૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૪૧૦.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૭૭૧.૩૫ સામે ૧૮૬૮૦.૧૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૬૫૦.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૪.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૬૭૩.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં મંદીને પગલે બુધવારે સપ્તાહના સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. અમેરિકામાં જોબ ડેટા અને નવેમ્બરની સેવા ક્ષેત્રની કામગીરી અપેક્ષા કરતા સારી આવતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં આક્રમક વધારો ચાલુ રાખશે તેવી ગણતરીએ મંગળવારે અમેરિકન બજારો ઘટાડે બંધ રહ્યા હતા. તેના પગલે ભારત સહિત વિશ્વના અન્ય શેરબજારોમાં બુધવારે નરમાઈ જોવા મળી હતી. ફેડરલ રિઝર્વ માટે હાલમાં અવનવી સ્થિતિ જોવા મળી રહી છે. નાણાંકીય સ્થિરતા જાળવવા તથા મંદીને રોકવા વ્યાજ દરમાં વધારો કરવાની ગતિ ધીમી પાડવાનો ફેડરલ રિઝર્વના મોટાભાગના સભ્યોએ નવેમ્બરની બેઠકમાં મત વ્યકત કર્યો હોવાનું બેઠકની મિનિટસમાં નોંધાયું હતું.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બુધવારે રેપો રેટમાં ૦.૩૫% જેટલો વધારો કર્યો છે, અને રેપોરેટ વધીને ૬.૨૫% પહોંચ્યો છે. વર્તમાન નાણાં વર્ષના જીડીપીના પોતાના અંદાજોમાં રિઝર્વ બેન્ક કોઈ ફેરબદલ કરે છે કે કેમ તે પણ જોવાનું રહે છે.વર્લ્ડ બેન્ક દ્વારા ભારતના જીડીપી અંદાજોમાં વધારો કરાયા હોવાના અહેવાલને બજારે ડિસ્કાઉન્ટ કર્યું છે. બેન્કોની એસેટ કવોલિટીમાં સુધારાનો ટ્રેન્ડ જળવાઈ રહેવાની તથા નવી એનપીએમાં ઘટાડો જોવા મળવાની ધારણાંએ બેન્કિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વિદેશી રોકાણકારો પણ નાણાંકીય ક્ષેત્રના શેરોમાં નાણાં ઠાલવી રહ્યાના અહેવાલ હતા. બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેવાની અપેક્ષાએ વિદેશી રોકાણકારોનું તેમાં આકર્ષણ વધ્યું છે. બેન્કિંગ શેરો તેમના મજબૂત ફન્ડામેન્ટલ વચ્ચે સસ્તામાં ઉપલબ્ધ થઈ રહ્યાનો મત પ્રવર્તી રહ્યો છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગૂડ્સ અને ઓઈલ & ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૪૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૧ અને વધનારની સંખ્યા ૧૫૧૮ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં આ વર્ષે સરેરાશ ફુગાવો ૭.૧ ટકા રહેવા સંભવ છે. તેમ જણાવતાં વર્લ્ડ બેન્કે એવો અંદાજ આપ્યો છે કે ભલે ભારતનો આર્થિક વૃદ્ધિદર જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ૬.૩ ટકા જ રહ્યો હોય, પરંતુ સંપૂર્ણ નાણાંકીય વર્ષ દરમિયાન જી.ડી.પી.માં વધારો, ૬.૮% થી ૭% જેટલો રહેશે. આ રીતે જોતાં ૨૦૨૨-૨૩ના સમગ્ર નાણાંકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપીનો વિકાસદર ૬.૯% રહેશે. વર્લ્ડ બેન્કે રજૂ કરેલા અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, નાણાંકીય નીતિમાં મુકવામાં આવેલી કડકાઈ તો બીજી તરફ ચીજવસ્તુઓનાં ભાવમાં થયેલો વધારો, વિકાસ વૃદ્ધિને જોવાઈ રહ્યાં છે. નોંધવા યોગ્ય તો છે કે સરેરાશ મુદ્દા-સ્ફિતિ દર ચાલુ નાણાંકીય વર્ષે ૭.૧% રહેવા સંભવ છે. ભારત એશિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે. તે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહીનાના ગાળામાં ૬.૩%ના દરે વૃદ્ધિ પામ્યું હતું. પરંતુ ૨૦૨૨-૨૩નું સંપૂર્ણ નાણાંકીય વર્ષ પુરૂં થતાં સુધીમાં તે ૬.૮% – ૭% સુધી વૃદ્ધિ પામી શકશે. આ પૂર્વે વર્લ્ડ બેન્કે ભારતનો વિકાસદર તે ગાળા માટે ૬.૫% અનુમાન્યો હતો, પરંતુ હવે તે સુધારીને ૬.૬% થી ૭% જેટલો અનુમાન્યો છે. વિશ્વનાં મોટાં અર્થતંત્રોની જેમ જ ભારત પણ ચીજવસ્તુઓના ભાવ વધારા અને કેન્દ્રીય બેન્કોએ મુકેલી કઠોર નાણાંકીય નીતિને લીધે મુશ્કેલીમાં આવી ગયું છે. આમ છતાં વિશ્વ બેન્કે એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારત તેનાં દેવાની ચૂકવણીમાં પણ પાછું નહીં પડે. વર્લ્ડ બેન્કના અર્થશાસ્ત્રી ધુ્રવ શર્માએ આ તારણો આપતાં વધુમાં જણાવ્યું હતું કે ભારતનું જાહેર દેવું પણ ઘટી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.