રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨,૮૩૪.૬૦ સામે ૬૨૩૯૫.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૩૯૦.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૮૭.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૮.૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૬૨૬.૩૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૧૭.૭૫ સામે ૧૮૭૩૧.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૬૮૨.૪૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૭.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૭.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૭૭૦.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની આજથી શરૂ થયેલી ત્રણ દિવસની બેઠકના અંતે કમીટી વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરશે તેવા અહેવાલ, ચીન દ્વારા કોરોનાને લગતા અંકૂશો હળવા કરવાના નિર્ણય, વર્ષ ૨૦૨૨ની સમાપ્તિ પહેલા પ્રોફિટ બુક કરી લેવાના વિદેશી રોકાણકારોના વ્યૂહ તથા વૈશ્વિક બજારોમાંથી નવા પરિબળોના અભાવે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સપ્તાહના પ્રારંભમાં વોલેટાઈલ રહ્યા બાદ સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. નવેમ્બરના સેવા ક્ષેત્રના આંકડાએ બજારને ઘટાડે ટેકો પૂરો પાડયો હતો. એકંદરે ઊંચા મથાળે સ્થિરતા જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સોમવારે સાંજે આવનારા એકઝિટ પોલ પર પણ ખેલાડીઓની નજર રહેલી હતી.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાની બેન્કિંગ ક્ષેત્રની પ્રોત્સાહક કામગીરી, લોન્સમાં મજબૂત વૃદ્ધિ તથા એનપીએમાં ઘટાડાને કારણે દેશનું બેન્કિંગ ક્ષેત્ર મજબૂત સ્થિતિમાં આવી ગયાનો બજારમાં મત પ્રવર્તી રહ્યો છે. આગામી દાયકો બેન્કિંગ ઉદ્યોગ માટે સારો રહેવાની ગણતરીએ બેન્ક શેરોમાં આકર્ષણ રહ્યું છે, અને ઘટાડે લેવાલી જોવા મળી રહી છે. ફેડરલ બેન્ક રૂપિયા ૪.૦૫ વધી રૂપિયા ૧૩૭.૩૦ બંધ રહ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં વિશ્વના વિવિધ દેશોના નવેમ્બરના ઉત્પાદન ક્ષેત્રના જાહેર થયેલા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) પર નજર નાખતા જણાય છે, કે ગયા મહિને વૈશ્વિક સ્તરે ભારતની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સૌથી ઝડપી રહી છે. નવેમ્બરમાં ભારતનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ સૌથી ઊંચો રહ્યાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, યુટીલીટીઝ, કેપિટલ ગૂડ્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૯ અને વધનારની સંખ્યા ૧૫૯૬ રહી હતી, ૧૩૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રોકાણકારોનું સેન્ટિમેન્ટ સુધરતા આ મહિને એટલે કે ડિસેમ્બરમાં આશરે રૂા. ૫,૦૦૦ કરોડની કિંમતના અડધો ડઝન આઇપીઓ બજારમાં આવે તેવી શક્યતા છે. ભંડોળ ઉભું કરવાની પ્રવૃત્તિ માટે ડિસેમ્બરને ઘણીવાર ધીમો મહિનો ગણવામાં આવે છે. પરંતુ બજારો નવા ઉંચા સ્તરે જઈ રહ્યા છે અને વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરનો પ્રવાહ મજબૂત રહ્યો છે, તેથી કંપનીઓ સક્રિય બની છે. લગભગ ૧૦ આઇપીઓએ નવેમ્બરમાં રૂા. ૧૦,૫૬૬ કરોડની સંયુક્ત મૂડી ઉભી કરી છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે જણાવ્યું હતું કે, લિસ્ટેડ માર્કેટમાં જે શેરોમાં તેજી નોંધાઈ છે તે પણ ટ્રેડર્સ તરફથી રસ આકર્ષી રહ્યા છે. આઇપીઓ માટે આ મહિનો ઘણો સફળ સાબિત થશે. એકંદરે, આગામી મહિનાઓમાં બજારમાં તેજી ચાલુ રહ તેવી શક્યતા વધુ છે. છેલ્લા બે મહિના દરમિયાન મુખ્ય સૂચકાંકોમાં ૧૦%થી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં ઘરેલુ ઇક્વિટીમાં રૂા. ૩૧,૬૩૦ કરોડનું રોકાણ કર્યું હતું. ૨૦૨૧માં શાનદાર તેજી પછી ખાસ કરીને યુએસ અને યુરોપમાં ઉચ્ચ અસ્થિરતા અને મંદીના ભય વચ્ચે આ વર્ષે આઇપીઓ બજાર અસમાન રહ્યું હતું. જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરનું પ્રદર્શન એપ્રિલ- જૂન ૨૦૨૦ના સમયગાળા પછીના મહામારીથી પ્રભાવિત બજારની સ્થિતિને કારણે સૌથી ખરાબ હતું. છેલ્લા ક્વાર્ટરમાં માત્ર ચાર ઇસ્યુ કુલ રૂા. ૨,૯૬૫ કરોડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતા. વધતી જતી ફુગાવાએ મુખ્ય કેન્દ્રીય બેંકો (યુએસ ફેડરલ રિઝર્વ સહિત)ને આક્રમક નાણાંકીય વલણ અપનાવાની ફરજ પડી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.