રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૨૮૬૮.૫૦ સામે ૬૨૮૬૫.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૨૫૦૭.૮૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૧.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૨૮૩૪.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૧૨.૫૫ સામે ૧૮૭૯૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૭૧૦.૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૫.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૮૨૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ફુગાવો અંકુશમાં આવતાં હવે અમેરિકા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગત સપ્તાહના અંતે વ્યાજ દરમાં તીવ્ર વધારો નહીં કરવાનો અને અડધા ટકા સુધી વધારો કરવાનો સંકેત આપતાં અને બીજી તરફ ચાઈનામાં કોવિડ કેસો વધ્યા છતાં લોકોના વિરોધના પરિણામે લોકડાઉનના અંકુશો હળવા કરતાં રાહતે વૈશ્વિક બજારોમાં ઝડપી રિકવરી આવી છે. જ્યારે ભારતીય શેર બજારોમાં અગાઉ અનિશ્ચિતતા છતાં વૈશ્વિક બજારોની નરમાઈથી વિપરીત ફોરેન ફંડોની શેરોમાં આક્રમક ખરીદીના જોરે સેન્સેક્સ, નિફટીએ નવી ઊંચાઈના વિક્રમો સર્જયા છે. અલબત ભારતીય શેર બજારોમાં હવે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ સાથે ગુજરાત ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં તુલનાત્મક સરેરાશ મતદાન ટકાવારીમાં ઓછું થતાં દરેક પક્ષોમાં ચિંતા, અનિશ્ચિતતાને લઈ ફંડો, ખેલાડીઓએ સાવચેતીમાં સપ્તાહના પ્રથમ દિવસે ઓવરબોટ પોઝિશન હળવી કરી સળંગ આઠ દિવસની ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ આપ્યો છે.
હવે ગુજરાતમાં સોમવારે ૫,ડિસેમ્બરના બીજા તબક્કાનું મતદાન થનારૂ હોવાથી અને ૮,ડિસેમ્બર ના ગુરૂવારે ચૂંટણી પરિણામ જાહેર થનાર છે, ત્યારે આ પૂર્વે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ ધિરાણ નીતિની સમીક્ષા થનાર હોવાથી અને વ્યાજ દરમાં ૦.૩૫% નો વધારો અપેક્ષિત છે, ત્યારે આગામી સપ્તાહમાં જો અને તોની અનિશ્ચિતતા વચ્ચે ઓવરબોટ પોઝિશન વધુ હળવી થતી જોવાઈ શકે છે. વર્ષ ૨૦૦૨માં ભારત સરકાર દ્વારા કરાયેલા ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપ વીએસએનએલની ઈક્વીટી શેર મૂડીના ૨૫ ટકા હોલ્ડિંગ વેચવાની પ્રક્રિયા હાથ રાઈ હતા અને ડિસઈન્વેસ્ટમેન્ટ માટેી બીડની શરતોમાં જમીનોનું ર્નિારિત અલગ મૂલ્ય વીએસએનએલ પાસે જાળવવાનું અને એમાંથી કેટલીક સરપ્લસ જમીનોને આમાંથી બાકાત રાખવાનું નક્કી થયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, હેલ્થકેર, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કેપિટલ ગૂડ્સ, ઓઈલ & ગેસ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૮૬ અને વધનારની સંખ્યા ૨૧૧૧ રહી હતી, ૧૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક આર્થિક મંદીને કારણે ભારત ખાતેથી નિકાસ પર તેની જોવાઈ રહેલી અસરને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કદાચ ઘટાડો કરે તેવી શકયતા જોવાઈ રહી છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠક પાંચમી ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩ માટે રિઝર્વ બેન્કે દેશનો જીડીપી અંદાજ સાત ટકા મૂકયો છે. આવતા સપ્તાહની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવા ઉપરાંત જીડીપી અંગે રિઝર્વ બેન્ક કેવી ધારણાં મૂકે છે તેના પર બજારની નજર રહેલી છે. નિકાસમાં પ્રતિકૂળતાની આર્થિક વિકાસ પર કેવી અસર પડી રહી છે, તેના પર એમપીસી ચોક્કસ ચર્ચા કરશે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. એસએન્ડપી સહિત અનેક વૈશ્વિક રિસર્ચ પેઢીઓએ ભારતના જીડીપી અંદાજમાં તાજેતરમાં ઘટાડા કર્યા છે. હાલમાં જ જાહેર થયેલા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા વાર્ષિક ધોરણે નબળા આવ્યા છે. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૮.૪૦ ટકા સામે વર્તમાન વર્ષના આ ગાળામાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૩૦ ટકા રહ્યો છે. ભારતના અર્થતંત્રની રિકવરીએ ટોચ હાંસલ કરી લીધી છે અને દરેક ક્ષેત્રોમાં મંદીનો પ્રારંભ થયો છે એમ ગુરુવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.