Home દેશ - NATIONAL આખરે એર ઇન્ડિયાએ ગાયકવાડ પરનો પ્રતિબંધ ઉટાવાયો, ગાયકવાડે સદનની માગી હતી માફી

આખરે એર ઇન્ડિયાએ ગાયકવાડ પરનો પ્રતિબંધ ઉટાવાયો, ગાયકવાડે સદનની માગી હતી માફી

424
0

(જી.એન.એસ), તા.૭ નવી દિલ્હી:
એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી મારનારા શિવસેનાના સાંસદ રવીન્દ્ર ગાયકવાડ પરથી કંપનીએ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કંપનીને લખવામાં આવેલી ચિઠ્ઠી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ, ગાયકવાડે 6 એપ્રિલે નાગરિક ઉડ્ડયન મંત્રીને લખેલા લેટરમાં તેણે પોતાના પગલાં બદલ માફી માંગી છે. આજે સવારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ગાયકવાડની દિલ્હી-મુંબઈ અને મુંબઈ-દિલ્હીની 17 અને 24 એપ્રિલની એર ઇન્ડિયા ફ્લાઇટની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે.
હવે ઑલ ઇન્ડિયા કેબિન ક્રૂ એસોસિયેશને (AICCA) કહ્યું છે, “ગાયકવાડે એર ઇન્ડિયાના કર્મચારી પાસે વગર કોઇ શરતે માફી માંગવી જોઇએ. તેમને ફ્લાઇટમાં લઇ જવામાં રિસ્ક છે અને રહેશે.” ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગાયકવાડે સંસદમાં કહ્યું હતું, “વિનમ્રતા મારો સ્વભાવ છે, હું સદન પાસે માફી માંગું છું, પરંતુ અધિકારી પાસે માફી નહી માંગું.”
ન્યુઝ એજન્સી એએનઆઇના જણાવ્યા પ્રમાણે, AICCA એ એર ઇન્ડિયાને લખેલા લેટરમાં કહ્યું છે કે ગાયકવાડના મામલે સરકારે કડક વલણ અપનાવવું જોઇએ. એમ પણ કહ્યું, “એસોસિયેશન સંપૂર્ણપણે એર ઇન્ડિયાના સપોર્ટમાં છે. શિવસેના સાંસદને વગર કોઇ શરતે તમામ કર્મચારીઓની માફી માંગવી જોઇએ.” AICCA ના જણાવ્યા પ્રમાણે, “ગાયકવાડે લેખિતમાં આપવું પડશે કે તેઓ તમામ નિયમોનું પાલન કરશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાળા સંચાલકોને ચૂંડાસમાની ચેતવણી, બીલ રાજ્યપાલ પાસે સહી માટે પહોંચી ગયું
Next articleUS ના મિસાઇલ હુમલાની રશિયાના રાષ્ટ્રપતિએ કરી ટીકા