Home વ્યાપાર જગત - BUSINESS ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત્…!!

ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ યથાવત્…!!

48
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૩૦૯૯.૬૫ સામે ૬૨૩૫૭.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૩૧૮૩.૭૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૪.૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૬૩૨૮૪.૧૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૮૭૪.૫૦ સામે ૧૮૯૫૭.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૮૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૮.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૯૪૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ગુજરાતમાં આજે ૧,ડિસેમ્બરના ચૂંટણી માટે મતદાન યોજાતાં પૂર્વે જ મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સ અને એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક સ્મોલ કેપ ઈન્ડેક્સ શેરોની યાદીમાં મોટા ફેરબદલ સાથે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડોએ શેરોમાં રૂ.૯૦૧૦ કરોડની જંગી ખરીદી સાથે ફુલગુલાબી ઐતિહાસિક તેજી કરી સેન્સેક્સને પ્રથમ વખત ૬૩૫૮૩ ની સપાટી અને નિફટીને ૧૮૯૯૮ની સપાટી પાર કરાવી નવી વિક્રમી સપાટીએ મૂકી દીધા હતા. સ્થાનિક પોઝિટીવ પરિબળ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ચાઈનામાં કોવિડ અંકુશો સામે પ્રજાના આક્રોશ સાથે વિરોધ પ્રદર્શનના પરિણામે સરકારે  અંકુશો  હળવા કરવાની ફરજ પડતાં વૈશ્વિક  સપ્લાય ચેઈનની પરિસ્થિતિ ખોરવાઈ  જવાનું જોખમ હળવું થતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં રિકવરી છતાં તાજેતરના ઘટાડાને લઈ પેટ્રોલ, ડિઝલના ભાવો ભારતમાં ઘટવાની અપેક્ષાએ પણ  ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરી હતી.

આ સાથે મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ડોમેસ્ટિક ઈન્ડેક્સ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં ફેરબદલ સાથે નવા સમાવાયેલા શેરોમાં આજે છેલ્લી ઘડીમાં મોટી વધઘટ સાથે આકર્ષણ રહ્યું હતું. લેવાલીએ સેન્સેક્સે ૬૩૨૮૪ની સપાટી કુદાવી ઈન્ટ્રા-ડે ૬૩૫૮૩.૧૯ની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ બનાવી અંતે ૧૮૪.૫૪ પોઈન્ટ ઉછળીને ૬૩૨૮૪ની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. નિફટી  સ્પોટ પણ ૧૮૯૯૮.૮૫નો  નવો રેકોર્ડ બનાવી અંતે ૭૦.૫૦ પોઈન્ટ  વધીને ૧૮૯૪૫.૦૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, એફએમસીજી, ટેલિકોમ્યુનિકેશન, યુટીલીટીઝ, ઓટો, બેન્ક્કેસ, ઓઈલ & ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ પણ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૦૮ અને વધનારની સંખ્યા ૨૦૭૬ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ દેશના આર્થિક વૃદ્વિદરના અંદાજને અગાઉના ૭.૩ ટકાથી ઘટાડીને ૭% કર્યો છે. અગાઉ એજન્સીએ આગામી નાણાકીય વર્ષે (૨૦૨૩ – ૨૪) આર્થિક વૃદ્વિદર ૬.૫% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્લોડાઉનથી સ્થાનિક માંગને આધારિત અર્થતંત્ર પર ઓછી અસર જોવા મળશે. S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી લુઇસ કુઇજસે જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીને કારણે સ્થાનિક માંગ પર નિર્ભર એવા ભારતના અર્થતંત્ર પર ઓછી અસર થશે, જેને પરિણામે દેશનો આર્થિક વૃદ્વિદર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન ૭% રહેશે અને આગામી નાણાકીય વર્ષે તે ૬% રહેશે. વર્ષ ૨૦૨૧માં દેશનું અર્થતંત્ર ૮.૫% ના દરે વૃદ્વિ પામ્યું હતું. કેટલાક દેશોમાં કોવિડ બાદ હજુ પણ માંગમાં રિકવરી વધશે અને તેનાથી આગામી વર્ષે ભારતીય અર્થતંત્રને વેગ મળશે. દેશમાં ફુગાવો પણ ચાલુ નાણાકીય વર્ષે ૬.૮% રહેવાનો તેમજ RBI દ્વારા રેપોરેટમાં વધારો માર્ચ ૨૦૨૩ સુધીમાં ૬.૨૫% સુધી પહોંચશે તેવું પણ એજન્સીએ અનુમાન વ્યક્ત કર્યું હતું. કિંમતોને અંકુશમાં લાવવા માટે RBIએ પહેલાથી જ રેપો રેટમાં કુલ ૧.૯% નો વધારો કર્યો છે, જે સાથે રેપો રેટ અત્યારે ૩ વર્ષના સર્વોચ્ચ સ્તરે ૫.૯% છે. ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્વને કારણે સપ્લાય ચેઇનમાં અડચણને કારણે સપ્ટેમ્બર સુધી દેશમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારીનો દર ઉંચો રહ્યો હતો તેમજ ઑક્ટોબરમાં તેમાં કેટલાક અંશે રાહત જોવા મળી હતી. ગત મહિને રિટેલ અથવા CPI ફુગાવો ઘટીને ૩ મહિનાના તળિયે ૬.૭% રહ્યો હતો. જ્યારે WPI ફુગાવો ૧૯ મહિનાના નીચલા સ્તરે ૮.૩૯% નોંધાયો હતો. એશિયાના ઉભરતા માર્કેટમાં ફોરેન રિઝર્વમાં ઘટાડો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડીસા ભાજપના ઉમેદવારે ચા બનાવી લોકોને પીવડાવી; શાકભાજીના વેપારીઓ અને મજૂરો પાસે બેસી તેમના પ્રશ્નો સાંભળ્યા
Next articleઅંબાજીની કારમેલ ઇંગ્લિશ હાઈસ્કૂલ ખાતે બાળકો દ્વારા યોજવામાં આવી ‘એઇડ્સ જાગૃતિ રેલી’
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.