રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૨૭૨.૬૮ સામે ૬૨૩૨૭.૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૧૧૫.૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૨.૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૨૯૩.૬૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૬૨૬.૧૫ સામે ૧૮૬૩૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૫૮૧.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૬૪૫.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે મંદીના ફફડાટ વચ્ચે ભારતીય અર્થતંત્રને વેગ આપતા ચોક્કસ સાનુકૂળ પરિબળો વચ્ચે વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી ભારતીય શેરબજાર ખાતે આજે નવો ઇતિહાસ રચાયો હતો. નવી લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સે ૬૨૪૪૭ પોઈન્ટની નવી વિક્રમી એવી ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી હતી. બીજી તરફ નિફ્ટી ફ્યુચરે ૧૮૬૬૮ પોઈન્ટની બાવન સપ્તાહની ઉંચી સપાટી નોંધાવી હતી. વૈશ્વિક સ્તરે ચીનમાં કોરોના વિસ્ફોટ, યુરોપની એનજી કટોકટી તેમજ વિશ્વભરમાં ઊંચા ફુગાવાથી વૈશ્વિક સ્તરે મંદીનો ફફડાટ વ્યાપેલો છે. તે સાથે ભારત દ્વારા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સંધિ કરવા સહિતના અન્ય સાનુકૂળ પરિબળોને પગલે અર્થતંત્રની વૃદ્ધિ જળવાઈ રહેવાની ગણતરી પાછળ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં પુનઃસક્રિય બનતા બજારમાં સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી.
વિદેશી રોકાણકારોની ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ ઝડપથી વધી અગાઉ ઓક્ટોબર ૨૦૨૧નો તેનો ૬૨૨૪૫નો વિક્રમ તોડીને ઇન્ટ્રાડે વધીને ૬૨૪૪૭ પોઈન્ટની નવી વિક્રમી ટોચની સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૨૦.૯૬ પોઇન્ટ ઉછળી ૬૨૨૯૩.૬૪ પોઈન્ટની સપાટીએ મજબૂત બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ફ્યુચર પણ ઝડપથી વધી ઇન્ટ્રાડે ૧૮૬૬૮ પોઈન્ટની બાવન સપ્તાહની ટોચે પહોંચી કામકાજના અંતે ૧૯.૮૦ પોઇન્ટ વધીને ૧૮૬૪૫ પોઈન્ટની સપાટીએ મજબૂત બંધ રહી હતી. બેન્કેક્સ, પાવર, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને યુટિલિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગ સામે રિયલ્ટી, ઓટો, એનર્જી, સર્વિસીસ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં ફંડોની ખરીદીએ ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૭ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૫૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, પાવર, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૬ અને વધનારની સંખ્યા ૨૧૧૯ રહી હતી, ૧૨૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, આવતા વર્ષે એશિયા – પેસિફિક વિસ્તારમાં મંદી જોવા મળવાની સંભાવના નથી પરંતુ ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક વેપારમાં મંદ વૃદ્ધિ એશિયા-પેસિફિક માટે વિસ્તારના દેશો માટે પડકારરૂપ બની રહેશે ખરા એમ મૂડી’સ એનાલિટિકસના એક રિપોર્ટમાં જણાવાયું હતું. આગામી વર્ષમાં ભારતમાં આર્થિક વિકાસ મંદ રહેશે એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે ઈન્વેસ્ટમેન્ટ પ્રવાહ, ટેકનોલોજીમાં ઉત્પાદકતાના લાભો તથા કૃષિ ક્ષેત્ર વિકાસને ટેકો પૂરો પાડશે. ભારતમાં ફુગાવો ઊંચો જળવાઈ રહેશે તો, રિઝર્વ બેન્કે રેપો રેટ ૬%થી ઉપર લઈ જવાની ફરજ પડશે જેની અસર આર્થિક વિકાસ દર પર પડી શકે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મૂડી’સે ઓગસ્ટના રિપોર્ટમાં ૨૦૨૨માં ભારતનો આર્થિક વિકાસ દર ૮% જ્યારે ૨૦૨૩ માટે ૫% રહેવા ધારણાં મૂકી હતી. વર્ષ ૨૦૨૧નો આર્થિક વિકાસ દર ૮.૫૦% જોવાયો હતો. વૈશ્વિક વેપારમાં મંદીને કારણે એશિયા-પેસિફિક વિસ્તારમાં અર્થતંત્ર મંદ પડી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ચીન જ નબળી કડી નથી. ભારત ખાતેથી નિકાસમાં ઓકટોબર માસમાં મૂલ્યની દ્રષ્ટિએ નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ચીનની સરખામણીએ વિકાસ માટે ભારત નિકાસ ઓછી નિર્ભરતા ધરાવે છે. ભારત સહિત એશિયા પેસિફિકના અન્ય દેશોનો આર્થિક વિકાસ થશે ખરા પરંતુ યુરોપ તથા ઉત્તર અમેરિકામાં અપેક્ષિત મંદીને કારણે ૨૦૨૨ની સરખામણીએ ૨૦૨૩નું વર્ષ મંદ રહેશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન વર્ષ માટે વૈશ્વિક આર્થિક વિકાસ દરનો અંદાજ ૩.૨૦% અને ૨૦૨૩ માટે ૨.૭૦% મૂકયો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.