Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી શ્રદ્ધા હત્યા કેસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, સ્પષ્ટ કહી...

શ્રદ્ધા હત્યા કેસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, સ્પષ્ટ કહી આ વાત

96
0

દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગુરૂવારે એક કાર્યક્રમમાં કહ્યું- દિલ્હી પોલીસ અને ફરિયાદી પક્ષ ઓછામાં ઓછા સમયમાં આરોપી માટે આકરી સજા નક્કી કરશે. અમિત શાહે કહ્યું- આ મામલા પર મારી નજર છે. હું દેશના લોકોને માત્ર તે જણાવવા ઈચ્છુ છું કે જેણે પણ આ કર્યું છે, દિલ્હી પોલીસ તથા ફરિયાદી પક્ષ કાયદો અને કોર્ટના માધ્યમથી ઓછામાં ઓછા સમયમાં સજા નક્કી કરશે. અમિત શાહે કહ્યું કે દિલ્હી અને મુંબઈ પોલીસ વચ્ચે તાલમેલની કોઈ કમી નથી.

ગૃહમંત્રીએ કહ્યું, પરંતુ જે પત્ર સામે આવ્યો છે, તેમાં દિલ્હી પોલીસની કોઈ ભૂમિકા નથી. શ્રદ્ધાએ મહારાષ્ટ્રના એક પોલીસ સ્ટેશનમાં પત્ર મોકલ્યો હતો કે તેના શરીરના ટુકડા-ટુકડા કરવા અને જાનથી મારવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યાં કોઈ કાર્યવાહી થઈ નહીં. ત્યાં તેની તપાસ થશે. તે સમયે અમારી સરકાર નહોતી. જે પણ જવાબદાર હશે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈ ભાજપના પ્રમુખ આશીષ શેલારે નવેમ્બર 2020માં કોલ સેન્ટર કર્મચારી શ્રદ્ધા વાલકર તરફથી લખવામાં આવેલા પત્ર પર આકરી કાર્યવાહી કરવામાં મહારાષ્ટ્ર પોલીસની નિષ્ફળતા પર બુધવારે સવાલ ઉઠાવ્યો હતો. વાલકરે પત્રમાં લખ્યું હતું કે તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેને જાનથી મારવાનો પ્રયાસ કર્યો હતો. આફતાબ પૂનાવાલાએ કથિત રીતે પોતાની લિવ-ઇન પાર્ટનર વાલકર (27) ની હત્યા કરી તેના મૃતદેહના 35 ટુકડા કરી દીધા હતા.

આરોપ છે કે પૂનાવાલાએ દક્ષિણ દિલ્હીના મહરૌલીમાં પોતાના ઘર પર આશરે ત્રણ સપ્તાહ સુધી આ ટુકડાને ફ્રીઝમાં રાખ્યા હતા. તે અડધી રાત્રે તેને અલગ-અલગ વિસ્તારમાં ફેંકી આવતો હતો. દિલ્હી પોલીસે 19 નવેમ્બરે તેની ધરપકડ કરી હતી. આ મામલામાં દિલ્હી પોલીસને ગુરૂવારે મોટી સફળતા મળી છે. પોલીસે શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરનાર હથિયારને જપ્ત કરી લીધુ છે. આરોપી આફતાબ પૂનાવાલાએ પોલીસને જણાવ્યું કે, શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કરવા માટે આરી સહીત મોટા ચાકુનો ઉપયોગ કર્યો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..
Next articleઅશોક ગેહલોતે સચિન પાયલટને ટીકા કરીને મુખ્યમંત્રી પદને લઈને સ્પષ્ટ કર્યું પોતાનું વલણ