Home દુનિયા ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..

ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..

50
0

ભારતે પ્રજાસત્તાક દિવસ 2023ના ભવ્ય સમારોહ માટે ઈજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ સિસીને આમંત્રણ મોકલ્યું છે. વર્ષ 2014થી ઈજિપ્તના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન અલ સિસિને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને અરબ વર્લ્ડ બંને માટે ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ વર્ષે બંને દેશોએ રાજનયિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી હતી. જ્યારે ભારત ઈજિપ્ત સાથે પોતાના રાજનીતિક અને સૈન્ય સંબંધ સતત વધારી રહ્યું છે. આ વાતોને ધ્યાનમાં રાખતા ભારત તરફથી 2023ના ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સિસીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

શું તમે જાણો છો ઈજિપ્તનું મહત્વ?… ઈજિપ્ત અરબ જગતનો સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. આ સાથે જ ઈજિપ્ત આફ્રિકામાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવામાં રાષ્ટ્રપતિ અલ સિસી માટે રેડ કાર્પેટ બિછાવવાથી એ સંકેત મળે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો પર ખાસ ભાર આપવામાં આવશે. આગામી વર્ષે થનારા જી-20 શિખર સંમેલન માટે જે દેશોને આમંત્રણ મોકલાયું છે તેમાં આ ઉત્તર આફ્રિકન દેશ પણ સામેલ છે.

થોડા સમય પહેલા ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાની ઈજિપ્ત યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ અલ સિસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તેમને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ખાસ સંદેશો પણ સોંપ્યો હતો. આવું બીજીવાર બન્યું છે કે જ્યારે મોદી સરકાર તરફથી ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈ આફ્રિકન દેશના નેતાને આમંત્રણ અપાયું છે. નોંધનીય છે કે ભારત આફ્રિકાની સાથે સંબંધ વધારવા માટે ઈચ્છુક રહ્યો છે.

GNS NEWS

Previous articleરશિયાના રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈ ઘણા પ્રકારના ઉઠી રહ્યાં છે સવાલો?..
Next articleશ્રદ્ધા હત્યા કેસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન, સ્પષ્ટ કહી આ વાત