(જી.એન.એસ), તા.૫
આજે અમદાવાદમાં સોલા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રૂ.22.53 લાખની રૂ.1000 તથા 500ના દરની નોટો બદલાવવા અમદાવાદ આવેલા વઢવાણના વેપારીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સોલા પોલીસે બાતમીના આધારે એક એસયુવી કારમાં કોઇ શખ્સ રદ થયેલી ચલણી નોટો બદલાવા આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ગઇકાલે રાત્રે અઢી વાગ્યાની આસપાસ સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેથી પસાર થઇ રહેલી કારને રોકી તપાસ કરી હતી. કારમાંથી રૂ.1000ના દરની 2160 તથા રૂ.500ના દરની 186 મળી આવતા કુલ 22.53 લાખની કિંમતની નોટો મળી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન વઢવાણનો વેપારી હોવાનું તથા અમદાવાદ કમિશન આપી નોટો બદલાવવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સોલા પોલીસ મથકે ઈન્કમટેકસ વિભાગને પણ જાણ કરી દીધી છે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.