Home ગુજરાત માતાએ પુત્રી સાથે આજી ડેમામાં કરી આત્મહત્યા

માતાએ પુત્રી સાથે આજી ડેમામાં કરી આત્મહત્યા

615
0

(જી.એન્.એસ), તા.૪ રાજકોટ
આજી ડેમ ચોકડીથી આગળ આનંદનગર મફતીયાપરામાં રહેતી રબારી પરિણીતા અને તેની બે વર્ષની પુત્રી આજીડેમના પાણીમાં ગરક થઇ જતાં મોત નિપજ્યા છે. દ્રશ્ય નજરે જોનાર પડોશીની ૧૨ વર્ષની ભરવાડ બાળા દોટ મુકી ઘરે પહોંચી હતી અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં તરવૈયાઓએ માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢી આજીડેમ પોલીસને જાણ કરી હતી. બનાવ આકસ્મિક છે કે આપઘાતનો? તે અંગે પોલીસે તપાસ આરંભી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી નજીક આનંદનગર મફતીયાપરામાં રહેતી અલ્પાબેન વરજાંગ કરમટા (ઉ.૨૫) અને તેની પુત્રી ધ્રુવી વરજાંગ કરમટા (ઉ.૨) આજી ડેમ ઓવર ફલો નજીક મેલડી માતાજીના મંદિર પાસે પાણીના ખાડામાં ડૂબી ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. પરંતુ મા-દિકરીના મૃતદેહ જ બહાર નીકળ્યા હતાં.
પોલીસને જાણ થતાં હેડકોન્સ. જીતુભાઇ ભમ્મર અને રાઇટર સવજીભાઇ બાલાસરા ઘટના સ્થળે દોડી ગયા હતાં. પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતાં. ઘટના સ્થળે હાજર મૃતક પરિણીતા અલ્પાબેનના સસરા ભાયાભાઇ માંડાભાઇ કરમટાએ જણાવ્યું હતું કે અલ્પા અને તેની દિકરી લગભગ દરરોજ આજી ડેમે માછલાને લોટ નાંખવા જતી હતી. આજે પણ તે તેની પુત્રી ધ્રુવી (ઉ.૨)ને લઇને ગઇ હતી. સાથે અમારા પડોશીની દિકરી પારૂ ભરવાડ (ઉ.૧૨) પણ ગઇ હતી.
આજી ડેમ ઓવર ફલો પાસે ભરાયેલા પાણી સુધી સામાન્ય રીતે લોકો જઇ શકતા નથી. કેમ કે ત્યાં જાળી લગાવી દેવામાં આવી છે. પરંતુ માછલાને લોટ નાંખવા માટે દરરોજ સવારે મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ આવતાં હોઇ જાળીનો થોડો ભાગ આ લોકો માટે ખોલી નાંખવામાં આવે છે. અલ્પાબેન અને તેની પુત્રી તથા પડોશીની પુત્રી ત્યાં પહોંચ્યા હતાં. તે વખતે બે વર્ષની પારૂ રમતી-રમતી પાણીમાં ગરક થઇ જતાં તેને બચાવવા માતા અલ્પાબેને પણ છલાંગ મારી હતી. પરંતુ તરતાં આવડતું ન હોઇ માસુમ દિકરી સાથે તે પણ પાણીમાં ગરક થઇ ગઇ હતી.
થોડે દૂર ઉભેલી પારૂ આ દ્રશ્ય જોઇને ગભરાઇ ગઇ હતી અને તે દોટ મુકી ઘરે પહોંચી હતી. જ્યાં પોતાના ઘરના સભ્યોને અને અલ્પાબેનની ઘરે જઇ વાત કરતાં બધા દોડી આવ્યા હતાં અને ફાયર બ્રિગેડને જાણ કરતાં તરવૈયાઓએ પહોંચી માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. ઘટના કઇ રીતે બની તેની વાત પારૂએ કરી હોવાનું મૃતક અલ્પાબેનના સસરા ભાયાભાઇએ કહ્યું હતું. ત્યારે ખરેખર બનાવ આકસ્મિક જ છે કે આપઘાતનો? તે અંગે પોલીસે વિશેષ તપાસ આરંભી છે.
મૃત્યુ પામનાર અલ્પાબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરી ધ્રુવી હતી. જેનું તેની સાથે મોત નિપજ્યું છે. મૃતકનો પતિ વરજાંગ કરમટા ડ્રાઇવીંગ કરે છે. તેણીના માવતર ભાયાવદરના અરણી ગામે રહે છે અને પિતાનું નામ ચીનાભાઇ ડાયાભાઇ ભારાઇ છે. પોલીસે તેને રાજકોટ બોલાવ્યા છે. માવતર પક્ષના અને પતિ-સાસરિયાના નિવેદન તેમજ દ્રશ્ય જેણે જોયાનું કહેવાય છે તે બાળા પારૂના નિવેદન નોંધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. બનાવથી આનંદનગર મફતીયાપરા અને રબારી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field