રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૯૮૦.૭૨ સામે ૬૧૮૧૨.૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૬૪૩.૨૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૭.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૭૫૦.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૫૧.૮૫ સામે ૧૮૪૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૪૬.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૭.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૫૭.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ફુગાવાને લઈ વિશ્વની ચિંતા એક તરફ હળવી થઈ રહી હોવા સાથે અમેરિકી પ્રમુખ જો બાયડન અને ચાઈનાના પ્રમુખ જિપિંગની મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાની અપેક્ષા તેમજ કોવિડ અંકુશોમાંથી બહાર આવી ચાઈનામાં ક્યારે રી-ઓપનીંગના પોઝિટીવ સંકેતે તો ક્યારેક કેસો વધી રહ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારોમાં ઝડપી સુધારાની રાહે ભારતીય શેરબજારોમાં પણ આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે બજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું. અલબત યુક્રેન મામલે રશિયાના હજુ અનિશ્ચિત વલણ અને યુક્રેનનું મિસાઈલ પોલેન્ડમાં પડતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંજોગોમાં ફંડો તેજીનો મોટો વેપાર લેવાથી દૂર રહી ઉછાળે હળવા થતાં જોવાયા હતા.
અમેરિકામાં ફુગાવાનો આંક ગત સપ્તાહમાં ઝડપી ઘટીને આવ્યા બાદ હવે ભારતમાં પણ મોંઘવારીનો ઓકટોબર મહિનાનો હોલસેલ અને રીટેલ આંક ઘટીને આવતાં તેમજ અમેરિકી ડોલર સામે રૂપિયાની મજબૂતી તેમજ ઓપેક દ્વારા ઓઈલની માંગ વૃદ્વિનો અંદાજ ઘટાડીને મૂકાતાં ક્રુડના ભાવમાં ઘટાડા સહિતના પોઝિટીવ પરિબળોએ આજે ફંડોએ આરંભિક કલાકોમાં તેજી બાદ ફંડો દ્વારા ઉછાળે સાવચેતી નોંધાતા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ, યુટિલિટીઝ, ઓટો અને પાવર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૩૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૯૪ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૯૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૩.૨૦ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ડસ્ટ્રીયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૧૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૭ અને વધનારની સંખ્યા ૧૫૨૦ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક અર્થતંત્ર આંકલન સંસ્થા મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે ભારતનો જીડીપી ૭.૭% થી ઘટાડીને ૭% જેટલો આંક્યો છે. આ પૂર્વે મૂડી’સે વૈશ્વિક અર્થતંત્ર વિષે પણ અનુમાન આપ્યું હતું કે વધતા જતા ઘરેલું વ્યાજદરને લીધે વૈશ્વિક આર્થિક વિકાસદર પણ મંદ પડી જશે. મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે સપ્ટેમ્બર માસમાં ભારતનો વિકાસદર ફરી નીચો આંકી ૭.૭% મૂક્યો હતો, જે ફરી પાછો ઘટાડી ૭% જ આંક્યો છે. આશ્ચર્યની વાત તો તે છે કે, આ વૈશ્વિક આર્થિક આંકલન સંસ્થાએ આ પૂર્વે મે મહિનામાં ભારતનો વિકાસ દર ૮.૮% અંદાજ્યો હતો.
મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે તેના ગ્લોબલ મેક્રો આઉટલૂક ૨૦૨૩-૨૪માં આ આંકલન આપ્યું છે, પરંતુ ૨૦૨૩માં તો ભારતનો વિકાસદર ઘટીને ૪.૮% જેટલો નીચે જવાની પણ ચેતવણી આપી છે. સાથે તેણે તેમ પણ જણાવ્યું છે કે, તેમાંથી વળીને ભારતનો આર્થિક વિકાસદર ૬.૪% જેટલો પહોંચવા સંભવ છે. આટલું જ નહીં પરંતુ આ સંસ્થાએ વૈશ્વિક અર્થતંત્ર પણ નીચું ઢળી રહ્યું હોવાની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે કે, એક તરફ અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બીજી તરફ ફુગાવો સતત વધી રહી છે. વિશ્વના દેશોને નાણાંકીય નીતિ કડક બનાવવી પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.