Home દેશ - NATIONAL મિઝોરમમાં પથ્થરની ખાણ ધસી પડી, 12 મજૂરો ફસાઈ ગયા, 8 મજૂરોના મૃતદેહો...

મિઝોરમમાં પથ્થરની ખાણ ધસી પડી, 12 મજૂરો ફસાઈ ગયા, 8 મજૂરોના મૃતદેહો મળ્યા

73
0

મિઝોરમમાં સોમવારે પથ્થરની ખાણ ધસી પડી. જેમાં 12 મજૂરો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળ્યા છે. એવું કહેવાય છે કે તમામ બિહારના રહીશ હતા. SDRF, BSF અને અસમ રાઈફલ્સની ટીમો ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. મળતી માહિતી મુજબ દુર્ઘટના ઘટી તે પથ્થરની એક મોટી ખાણ છે. ખનનમાં લાગેલા 12 મજૂરો ખાણ ધસી પડતા ફસાઈ ગયા હતા.

અકસ્માત મિઝોરમના હનાઠિયાલ જિલ્લામાં થયો. અચાનક ખાણ ધસી પડતા ઘટનાસ્થળે હાજર મજૂરોને ભાગવાની તક ન મળી. ખબર મળતા જ આસપાસના ગામના લોકો ત્યાં પહોંચ્યા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યા હતા. આ ખાણનો કોન્ટ્રાક્ટ ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને અહીં છેલ્લા અઢી વર્ષથી ખનનનું કામ ચાલુ હતું. સ્થાનિક પ્રશાસન પણ ઘટનાસ્થળે હાજર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજી-20 સમિટમાં પ્રધાનમંત્રીનો UN પર કટાક્ષ, અમેરિકા-યુરોપને આપી શિખામણ
Next articleમમતા બેનર્જીએ વિવાદિત નિવેદન પર માફી માંગી, કહ્યું કે “રાષ્ટ્રપતિ ખુબ સારા મહિલા છે”