(જી.એન.એસ) તા.૧
ઇન્ડિયન પ્રીમિયર લીગની-10મી સિઝન શરૂ થવામાં હવે 4 દિવસ જ બાકી છે. બીસીસીઆઇ આ લીગને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. BCCIએ આ વખતે આઇપીએલને સફળ બનાવવા માટે 8 શહેરોમાં ઉદઘાટન સમારંભ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અનેક સેલિબ્રિટી પરફોર્મ કરતા નજરે પડશે. 5 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે અને આ દિવસે જ હૈદરાબાદમાં ઓપનિંગ સેરમની યોજાશે. રાજકોટમાં 7 એપ્રિલે ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ પરફોર્મ કરવાનો છે. સાથે જ શાહરૂખ ખાન પણ પરફોર્મ કરે તેવી શક્યતા છે.
સુત્ર અનુસાર બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરને 8માંથી 2 સ્થળે પરફોર્મ કરવા વાતચીત કરવામાં આવી છે. કોલકાતા નાઇટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાન અને અભિનેતા ટાઇગર શ્રોફ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સોસિએશન સ્ટેડિયમમાં પરફોર્મ કરી શકે છે જ્યારે શ્રદ્ધા કપૂર ઇડન ગાર્ડનમાં પરફોર્મ કરી શકે છે. 7 એપ્રિલે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રાજકોટમાં ઓપનિંગ મેચ રમાશે. ટાઇગર શ્રોફ રિતિક રોશનના ધૂમ મચા લે ગાયન પર પરફોર્મ કરતો જોવા મળશે. આ સમારંભમાં ટાઇગરની માતા આયશા શ્રોફ અને પિતા જેકી શ્રોફ પણ શામેલ થઇ શકે છે. આ સિવાય બોલિવુડના કેટલાક દિગ્ગજ કલાકારના પહોચવાની પણ સંભાવના છે.
BCCIએ આઇપીએલને સફળ બનાવવા 8 શહેરમાં ઉદ્દઘાટન સમારંભ યોજવાનો નિર્ણય કર્યો છે. 5 એપ્રિલે હૈદરાબાદમાં સૌ પ્રથમ ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં FAB-5નું સન્માન કરવામાં આવશે. સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રાહુલ દ્રવિડનું સન્માન કરાશે. હૈદરાબાદ સિવાય, બેંગલુરૂ, દિલ્હી, કોલકાતા, મોહાલી, મુંબઇ, પૂણે અને રાજકોટમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ છે.૧
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.