Home ગુજરાત અમરેલીમાં ગરમીથી પરેશાન 12 વનરાજના ગામથી સીમાડે નદીકાંઠે ધામા, ગ્રામજનો ભયમાં

અમરેલીમાં ગરમીથી પરેશાન 12 વનરાજના ગામથી સીમાડે નદીકાંઠે ધામા, ગ્રામજનો ભયમાં

400
0

(જી.એન.એસ), તા.૧
સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જાય છે. અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. લોકોની સાથે વન્યજીવ જંતુઓ પણ ગરમીમાં બચવા ઠંડકવાળા વિસ્તારો તરફ દિશા પકડી છે. અમરેલી જિલ્લામાં સાવજોનું આખું ટોળું આંબરડી ગામથી પાંચ કિલોમિટર દૂર આવેલા નદી કાંઠે આવી પહોંચ્યા છે. જોકે, ગામની નજીક એક નહીં બે નહીં પણ પુરા 12 વનરાજોના ધામા નાખ્યા હોવાના સમચારથી જ ગ્રામજનોમાં ભયનું મોજું ફરીવળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લામાં આવેલા આંબરડી ગામથી પાંચ કિલોમિટર દૂર ધાતરવડી નદી આવેલી છે. જેના પગલે ગરમીમાંથી રાહત મેળવવા માટે 12 જેટલા વનરાજો નદી કાંઠે આવી પહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સિંહનું ટોળું છેલ્લા 14 કલાકથી અહીં ધામા નાખ્યા છે. નદીના પટમાં સિંહોને ગરમીમાંથી રાહત મળી રહી છે માટે અહીં ધામા નાખ્યા હોવાનું વનવિભાગના સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. સિંહની ગામથી નજીક ઉપસ્થિતિની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની અલગ સુવિધા કરવામાં આવી હોવાનું વનઅધિકારીઓનું કહેવું છે પરંતુ જે રીતે 12 જેટલા સિંહ ગામના છેવાડે નદીકાંઠે પોતાના ધામા નાખ્યા છે એ પરથી સમજી સકાય કે જંગલમાં પાણીની અછતના કારણે આ વનરાજા નદી તરફ આકર્ષાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુલાયમનો અખિલેશ પર પ્રહાર- જે બાપનો ન થઈ શક્યો, તે કોઈનો નહીં
Next articleIPL-2017: રાજકોટ ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ-ટાઇગર શ્રોફ કરશે પરફોર્મ