વઢવાણ વિધાનસભાની બેઠક પર કૉંગ્રેસમાંથી 2 વખત ચૂંટણી લડેલા અને પરાજિત થયેલા મોટા ગજાના નેતા હિમાંશુ વ્યાસ કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા છે પરંતુ ચૂંટણી નહીં લડીને સંગઠનમાં રહી કામ કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. વિધાનસભા ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે ત્યારે કૉંગ્રેસના મોટા ગજાના નેતા ભાજપમાં જોડાયા છે. આ પક્ષપલટાથી કૉંગ્રેસને ફટકો પડશે, તેવી ચર્ચા શરૂ થઈ છે.
કૉંગ્રેસ માટે વર્ષો સુધી સક્રિય રહેલા અને 2 વાર વઢવાણ વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા હિમાંશુ વ્યાસે શનિવારે ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભગવો ધારણ કર્યો હતો. મૂળ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના વતની હિમાંશુ વ્યાસે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1984માં કૉંગ્રેસમાં જોડાઈને 1989-95 સુધી એનએસયુઆઈ ગુજરાતના પ્રમુખ રહ્યા હતા.
તેમણે એઆઇસીસીના સેક્રેટરી તરીકે પણ પદભાર સંભાળ્યો હતો. હિમાશુંભાઈ વ્યાસે જણાવ્યું હતું કે હું કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યો છું. કૉંગ્રેસ છોડવા પાછળ કોઈ કારણ નથી અને ભાજપમાં હું ચૂંટણી લડવાનો નથી. સંગઠનમાં રહીને પક્ષ માટે કામ કરીશ.ભાજપમાંથી છૂટા પડેલા ધ્રાંગધ્રા એપીએમસીના ડાયરેક્ટરને આપે ટિકિટ આપી ધ્રાંગધ્રા એપીએમસીના ડાયરેક્ટર વાલજીભાઈ પટેલ થોડાં વર્ષ પહેલાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.
એપીએમસીના ચૅરમૅનની ચૂંટણી સમયે ઉમેદવારી મુદ્દે નારાજ થતાં સપ્તાહ પહેલાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યાની જાહેરાત કર્યા બાદ એકાએક આપ દ્વારા ધ્રાંગધ્રાના ઉમેદવાર તરીકે વાલજીભાઈની જાહેરાત કરાઈ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.