રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૨૧.૩૫ સામે ૬૧૧૫૬.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૭૯૪.૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૧૫.૨૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૫.૨૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૯૦૬.૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૧૧.૨૦ સામે ૧૮૨૨૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૧૭.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૮.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૪૨.૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક અર્થતંત્રની રિકવરી માટે અમેરિકા તીવ્ર વ્યાજ દરની નીતિને આ વખતે બ્રેક લગાવશે એવી પ્રબળ શકયતાએ વૈશ્વિક બજારોમાં રિકવરી પાછળ ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત મોટી ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૬૧૦૦૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૨૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી, જો કે આજે સપ્તાહના ત્રીજા દિવસે સતત ખરીદી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. આર્થિક મોરચે વૈશ્વિક સંકટની પરિસ્થિતિ સામે ભારતની પરિસ્થિતિ ઘણી સારી હોવાના અને આર્થિક રિકવરી વેગ પકડી રહી હોવાના જીએસટી આવક એક્ત્રિકરણના ઓકટોબર ૨૦૨૨ મહિનામાં ૧.૫૨ લાખ કરોડના આંકડા જાહેર થતાં શરૂઆતી તબક્કામાં પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી.
મેટલ, હેલ્થકેર, એનર્જી, કમોડિટીઝ સાથે ઓઈલ એન્ડ ગેસ શેરોની આગેવાનીએ આજે બજારમાં ફ્રન્ટલાઈન શેરોમાં તેજી જોવા મળી હતી. અલબત ફ્રન્ટલાઈન શેરોમાં ફંડો સક્રિય લેવાલ રહ્યા સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓ વેચીને એક્ઝિટ લઈ રહ્યા હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું હતું. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૩,નવેમ્બરના મળનારી એમપીસી મીટિંગ અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સાવચેતીમાં લેવાલી અટકી વેચવાલી રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૫૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૧.૫૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, હેલ્થકેર, એનર્જી, કમોડિટીઝ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૮ અને વધનારની સંખ્યા ૧૭૯૯ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન દાયકાના અંત સુધીમાં ભારતીય શેરબજારની માર્કેટ કેપ ત્રણ ગણી વધીને ૧૦ ટ્રિલિયન ડોલર થઈ જવાની બ્રોકરેજ પેઢી મોર્ગન સ્ટેન્લીએ એક રિપોર્ટમાં ધારણાં મૂકી છે. મજબૂત આર્થિક વિકાસને પરિણામે માર્કેટ કેપમાં વૃદ્ધિની ધારણાં આવી પડી છે. આજના સ્તરેથી માર્કેટ કેપમાં ૬.૫૦ ટ્રિલિયન ડોલરની વૃદ્ધિ જોવા મળશે. નિકાસમાં વૃદ્ધિ, ઉત્પાદન ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટસ, ઊર્જા ક્ષેત્રે પરિવર્તન તથા આધુનિક ડિજિટલ માળખાના ટેકા સાથે ભારતમાં આર્થિક તેજીની સ્થિતિ બની છે. વર્તમાન દાયકાના અંત સુધીમાં ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે અને વૈશ્વિક વિકાસમાં ૨૦% હિસ્સો ભારતને આભારે હશે. વર્તમાન વૈશ્વિક ટ્રેન્ડસ ભારતને મદદરૂપ થઈ રહ્યો છે. ભારત હાલમાં વૈશ્વિક ઉત્પાદક મથક બની રહ્યું છે જેને કારણે નિકાસમાં ગતિ આવી છે. આ ઉપરાંત અર્થતંત્રના ડિજિટાઈઝેશનમાં વધારો અને ઊર્જા પરિવર્તન ભારતના આર્થિક વિકાસના પરિબળો બની રહેશે, એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે.
આર્થિક વૃદ્ધિને કારણે ઉપભોગમાં પણ વધારો થશે અને ૩૫૦૦૦ ડોલરથી વધુની આવક સાથેના ભારતીય પરિવારોની સંખ્યા ૨૦૩૦ સુધીમાં પાંચ ગણી વધી ૨.૫૦ કરોડ પર પહોંચી જશે તેવી પણ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. આવકમાં વધારાને પરિણામે ભારતનું અર્થતંત્ર ૨૦૩૧ સુધીમાં ૭.૫૦ ટ્રિલિયન ડોલર પાર કરી જવાની મોર્ગન સ્ટેન્લીને અપેક્ષા છે. માથાદીઠ આવક પણ બમણી થઈને ૫૨૪૨ ડોલર પર પહોંચવાની ધારણાં છે. નાણાંકીય સેવા ક્ષેત્ર, ઓટોમોબાઈલ, આરોગ્યસંભાળ, ઉદ્યોગો, રિઅલ એસ્ટેટ એ આગામી દાયકામાં રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટસના મુખ્ય ક્ષેત્રો બની રહેશે. જો કે વૈશ્વિક કોમોડિટીઝના ભાવમાં ઉછાળા, પૂરવઠા બાજુની ખલેલ તથા રાજકીય અનિશ્ચિતતા અને નાણાંકીય સખતાઈ ભારતના વિકાસ માટે પડકારરૂપ બની શકે છે, એમ પણ રિપોર્ટમાં ઉલ્લેખાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.