રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૦૭૪૬.૫૯ સામે ૬૧૦૬૫.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૦૮૬૮.૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૧.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૪.૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૧૨૧.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૫૧.૦૫ સામે ૧૮૧૬૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૧૧૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૩.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૩.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૨૧૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આજ રોજ મળનારી મીટિંગમાં અપેક્ષાથી ઓછો વ્યાજ દર વધારો થવાની અને આર્થિક વિકાસને મહત્વ આપવામાં આવશે એવી શકયતાના અહેવાલ વચ્ચે ગત સપ્તાહના અંતે વહેતાં થતાં અમેરિકી શેરબજારોમાં આક્રમક તેજી પાછળ આજે વૈશ્વિક બજારોમાં મજબૂતી સાથે ફોરેન ફંડોએ ભારતીય શેરબજારોમાં શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરીને સાર્વત્રિક તેજી કરી હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ સાથે ૩,નવેમ્બરના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મળનારી મોનીટરી પોલીસી કમિટીની મીટિંગમાં ફુગાવાને અંકુશમાં લેવામાં નિષ્ફળતા સંબંધિત સમીક્ષા સિવાય ખાસ કોઈ વ્યાજ દર વધારાના પગલાં નહીં લેવાય એવી શકયતાએ આજે ફંડોએ શેરોમાં ઓલ રાઉન્ડ તેજી કરીને બીએસઇ સેન્સેક્સને ૬૧૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૮૨૦૦ પોઈન્ટની સપાટી પાર કરાવી હતી.
ફુગાવો જાન્યુઆરી થી માર્ચના ત્રિમાસિકમાં ટોચ પર પહોંચની શકયતા વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિટી કમિટી દ્વારા હવે આર્થિક વિકાસ પર ફોક્સ કર્યાના અહેવાલ વચ્ચે પાવર અને યુટિલિટીઝ શેરોમાં આક્રમક તેજીએ ખરીદીએ સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત રહ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયા સહિત ઘણા દેશોના ચલણોના મૂલ્યમાં ઐતિહાસિક ધોવાણ બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરી થઈ ડોલર વેચ્યાના અહેવાલ અને કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામોની એકંદર પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૭૩ અને વધનારની સંખ્યા ૧૭૭૫ રહી હતી, ૧૩૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દરેક મહિનાની પહેલી તારીખ સરકાર માટે પણ એક આશાનું કિરણ લઈને આવે છે કે ગત મહિને આવક વધી કે ઘટી? અગાઉના મહિને અર્થતંત્રના માપદંડ ગણાતા સૂચકઆંકો સુધર્યા કે બગડ્યાં. જોકે ઓક્ટોબરનો મહિનો એટલે કે દિવાળીનો મહિનો. આ મહિને સરકારની જીએસટી આવકમાં વધારો થયો છે. દેશના સૌથી મોટા ટેક્સ રિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ૧લી જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. ૫ વર્ષથી વધુના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે કલેક્શન ૧.૫૦ લાખ કરોડને પાર નીકળ્યું હોય. ઓક્ટોબર, ૨૦૨૨નો મહિનો જીએસટી કલેક્શનની દ્રષ્ટિએ અત્યાર સુધીના ઈતિહાસનો બીજું સૌથી શ્રેષ્ઠ મહિનો રહ્યો છે.
ઓક્ટોબર માસમાં સરકારની જીએસટી આવક રૂ.૧,૫૧,૭૧૮ કરોડ રહી છે. આ અગાઉ એપ્રિલ ૨૦૨૨માં GST કલેક્શન રૂ.૧.૬૮ લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતું. નાણા મંત્રાલયે આપેલ માસિક રિપોર્ટમાં જણાવ્યું કે ઓક્ટોબર ૨૦૨૨માં GST કલેક્શન રૂ.૧,૫૧,૭૧૮ કરોડ નોંધાયું હતું. ઓક્ટોબર માસમાં સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ.૨૬,૦૩૯ કરોડ અને સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ એટલે કે SGST રૂ.૩૩,૩૯૬ કરોડ, IGST રૂ.૮૧,૭૭૮ કરોડ રહ્યું છે. આ સિવાય સરકારને સેસ પેટે રૂ.૧૦,૫૦૫ કરોડની આવક થઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.