રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૧૦.૯૮ સામે ૫૮૭૪૪.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૭૪૪.૧૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૯.૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૯.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૯૬૦.૬૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૦૦.૩૦ સામે ૧૭૪૪૩.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૩૨.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૦૭.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૦૭.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત નોંધોપત્ર ઉછાળા સાથે થઈ હતી. કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં બેંકિંગ જાયન્ટ એચડીએફસી બેંકના ગત સપ્તાહના અંતે અપેક્ષિત સારા પરિણામ પાછળ આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. વૈશ્વિક મોરચે યુક્રેન – રશિયા વચ્ચે ટેન્શન વધી રહ્યા સાથે ચાઈનાએ તાઈવાન પર કબજો કરવા બળનો માર્ગ પણ અપનાવાશે એવા ચાઈનીઝ પ્રમુખ જીપિંગના નિવેદને અને પાકિસ્તાન મામસે અમેરિકી પ્રમુખ બાઈડનના સ્ફોટક નિવેદન જીઓપોલિટીકલ ટેન્શન હવે એશીયામાં વધવાની શકયતા અને ચાઈનાએ ત્રીજા ત્રિમાસિકના જીડીપી વૃદ્વિના આંકડા જાહેર કરવાનું મોકૂફ રાખતાં એશીયાના બજારોમાં નરમાઈ સામે યુ.કે.માં ટેક્ષમાં રાહતને પાછી ખેંચવાના પોલીસી યુ-ટર્નની પોઝિટીવ અસરે યુરોપના બજારોમાં મજબૂતી સાથે ભારતીય શેરબજારમાં ઉછાળો સતત બીજા દિવસે જોવા મળ્યો હતો
આ વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતમાં સ્થાનિક સંસ્થાઓ, ફંડોનું રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું હોઈ ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહી હતી. આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થતાં અને કોર્પોરેટ પરિણામોની સાથે કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, સર્વિસિસ શેરોમાં ફંડોની ભારે લેવાલીએ બીએસઇ સેન્સેક્સ ૫૪૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૦૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૬૮ લાખ કરોડ વધીને રૂ.૨૭૪.૪૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, ઈન્ડસ્ટ્રીયલ, સર્વિસિસ, ઓટો, યુટિલિટીઝ અને પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૬૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૩૧ અને વધનારની સંખ્યા ૨૦૦૨ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, માંગ ઘટાડવા તેમજ પડતર પર સતત દબાણ બની રહેવાને કારણે બ્રોકરેજ હાઉસિસએ ભારતીય કંપનીઓના નફાના અંદાજ ઘટાડી દીધા છે. છેલ્લા ૪ સપ્તાહથી આ ફેરફાર જોવા મળ્યો છે. એનએસઇ ૫૦૦ કંપનીઓમાં સામેલ ઓછામાં ઓછી ૧૦૦ કંપનીઓની કમાણીના અંદાજને ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટો, મેટલ, એનર્જી અને કન્ઝ્યુમરની રોજબરોજની ચીજોનું વેચાણ કરતી કંપનીઓની કમાણીના અંદાજોમાં ઘટાડો કરી દેવાયો છે. બ્રોકરેજ હાઉસને લાગે છે કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં આ કંપનીઓની કમાણી ઓછી રહી શકે છે. તેના અગાઉના કર્વાર્ટરમાં આ કંપનીઓની કમાણીનું અનુમાન ત્રણ ટકા ઘટાડી દેવામાં આવ્યું હતું. જો આગળ પણ માંગમાં નરમાઈ જારી રહી તો કંપનીઓના કમાણીના અંદાજોમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે.
આવનારા સમયમાં કંપનીઓની કમાણીમાં નરમાઈ જોવા મળી શકે છે તેનું કારણ ગ્રાહકોની નબળી માંગ છે વૈશ્વિક મંદીનું જોખમ અને ઘરેલુ બજારમાં લોકોને ઘટી રહેલી આવકને કારણે પણ કંપનીઓની કમાણી નરમ રહેવાની ધારણા છે. વૈશ્વિક મંદીના દોરમાં ઓર્ડરની સંખ્યામાં ૧૦- ૨૦% જેટલી ઘટી જાય છે. આ સમયે કંપનીઓની કમાણીના અનુસંધાનમાં ૩%નો જ ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ આગળ આવનારા સમયમાં કંપનીઓના કમાણીના અંદાજોમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. બ્રોકરેજ હાઉસના હિસાબથી ઓછામાં ઓછી ૧૦ કંપનીઓના કમાણીના અંદાજોમાં ૧૦ થી ૬૦%નો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય ૧૦ કંપનીઓની કમાણીના અંદાજમાં ૩ થી ૧૦%નો ઘટાડો કરવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.