Home દેશ - NATIONAL PMની નાગરિકોને રિટર્ન ગિફ્ટ: જૂની નોટના સહારે કરો હવાઇ મુસાફરી

PMની નાગરિકોને રિટર્ન ગિફ્ટ: જૂની નોટના સહારે કરો હવાઇ મુસાફરી

365
0

(જી.એન.એસ), તા.૧
આજથી નવા નાણાંકીય વર્ષના ૩૦ દિવસ દરમ્યાન દેશના નાગરિકો ડોમેસ્ટિક એરપોર્ટપરથીમેટ્રોપોલિટિન સિટી જતી ફ્લાઇટમાં જૂની નોટનો ઉપયોગકરી હવાઇ મુસાફરી કરી શકશે. નાગરિકો પાસે જાણે-અજાણે રહી ગયેલી રૂ.500 કે રૂ.1000ની નોટ એરલાઇન્સની બુકિંગ ઓફિસમાં સ્વીકારાશે. એર બુકિંગ કરાવનારા નાગરિકોએ ઓળખના ઓરિજિનલ પુરાવા દર્શાવવા પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયણ મંત્રાલયના પ્રધાન અશોક ગણપતિ રાજુને નિર્દેશ કર્યો છે કે, દેશના મધ્યમ તેમજ ગરીબ ઘરના નાગરિકો હવાઇ ઉડ્ડયનનો લાભ લઇ શકે એ માટે ખાસ યોજનાના ભાગરૂપે નાણાંકીય વર્ષ 2017-18ના પ્રથમ 30 દિવસ દરમ્યાન દેશના તમામ ડોમેસ્ટિક એરપોર્ટની બુકિંગ ઓફિસમાં જૂની નોટ સ્વીકારી નાગરિકોને હવાઇ મુસાફરી કરાવવી પડશે. તેના માટે એર ડિસ્ટન્ટ મુજબ રૂ.1ના ચાર્જે ટિકિટ આપવાની રહેશે.
આજે નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી દેશના તમામ ડોમેસ્ટિક એરપોર્ટ પર સવારે 8થી રાતના 8 સુધી બુકિંગનો અમલ જારી કરાશે. એપ્રિલ મહિના દરમ્યાન જૂની નોટ દ્વારા કરાવાયેલા એડવાન્સ બુકિંગ દ્વારા દેશના નાગરિકો તા.31મી ડિસેમ્બર 2017 સુધી હવાઇ મુસાફરી કરી શકશે. નાગરિકોએ જન્મ અને રહેઠાણના પુરાવાઓ માટે આધારકાર્ડ, ઇલેક્શનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે ઇલેક્ટ્રિકબિલની ઓરિજિનલ કોપી લઇને જવાનું રહેશે. પરિવાર દીઠ વધુમાં વધુ 4 ટિકિટ મેળવી શકાશે. માત્ર સિનિયર સિટિજન્સ, દિવ્યાંગો, પ્રજ્ઞા ચક્ષુઓને ટિકિટના દરમાં પણ 50 ટકા રાહત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તા.22મી ઓક્ટોબરની રાતે જાહેર કરેલી નોટબંધી દરમ્યાન વિદેશપ્રવાસે ગયેલા દેશના લાખો નાગરિકો પૈકી નોટબંધી સ્વીકારવાની સમયમર્યાદા પૂર્ણ થયાં પછી સ્વદેશ પાછા આવેલા નાગરિકોએ અન્ય શહેરમાં રિઝર્વબેંક ઓફ ઇન્ડિયાની બ્રાંન્ચમાં નોટ બદલાવવા જવા ધરમધક્કા ખાવાને બદલે સંગ્રહેલો સાપ કદીક કામ આવશે. એ નીતિ-રીતિ અપનાવી રૂ.500 અને રૂ.1000ની નોટ ઘરમાં રાખી મૂકી હતી. એવા પરિવારોને વડાપ્રધાનની સ્કીમને પગલે બગાસુ ખાતા પતાસું પડયું છે. કેટલાંક પરિવારોએ પોતાના ઘરમાં કામ કરતી પનિહારીઓ માટે હવાઇ ઉડ્ડયણની ટિકિટ ખરીદવાના હોવાનું જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વિદેશમંત્રીએ માંગ્યો રિપોર્ટ
Next articleહવે ધાર્મિક સંપ્રદાયોમાં સાધુ બનવા સરકારી સર્ટિફિકેશન અનિવાર્ય બનશે