વંદે ભારત ટ્રેનને આણંદના કણજરી- બોરીઆવી રેલવે સ્ટેશન પાસે રખડતી ગાય અથડાતાં સ્થળ પર મોત નિપજયું હતું.ત્યારે વંદે ભારત ટ્રેનના અકસ્માત થતાં આગળના ભાગને નુકશાન થયું હતું આ બનાવના પગલે આણંદ આરપીએફએ ગાય માલિકની શોધખોળ આરંભી દીધી છે. જો કે મૃત્યુ પામેલ ગાયને ટેગ લગાવેલો ન હોવાથી પોલીસ ગૂંચવાઇ છે.
આ અંગે કોઇ ગુનો નોંધાયો નથી. પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરથી વંદે ભારત ટ્રેન બપોરે મુંબઇ તરફ જઇ રહી હતી. આ સમયે કણજરી રેલ્વે સ્ટેશન નજીક એક રખડતી ગાય વંદે ભારત ટ્રેના આગળના ભાગે ટકરતાં ગાયનું મોત નિપજયું હતું. જયારે ટ્રેનના એન્જિના આગળના ભાગે નુકશાન થયું હતું.
રેલ્વે વિભાગના અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો. ગાયના માલિક સામે ફરિયાદ નોંધવાનો રેલ્વે વિભાગે આદેશ કર્યા હતા. આણંદ રેલ્વે આરપીએપ પીઆઇ એમ.એસ.સોલંકીએ જણાવ્યું હતું કે ગાય ટ્રેન સાથે અથડતાં સ્થળ પર મોત નિપજયું હતું.
જો કે બિન વારસી ગાયને ટેગ નહીં હોવાથી ફરિયાદ નોધાઇ નથી,તપાસ ચાલુ છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.