Home Uncategorized ભૂતપૂર્વ વિકેટકીપરે રોહિત શર્માના કેપ્ટનશિપમાં સફળ વિષેનું રહસ્ય ખોલ્યું

ભૂતપૂર્વ વિકેટકીપરે રોહિત શર્માના કેપ્ટનશિપમાં સફળ વિષેનું રહસ્ય ખોલ્યું

34
0

T20 વર્લ્ડ કપ પહેલા જસપ્રીત બુમરાહે ઈજામાંથી પુનરાગમન કર્યું હતું અને તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. આ બાબતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પાર્થિવે પણ આ મામલે વાત કરી અને કહ્યું કે બુમરાહની ઈજા દુર્ભાગ્યપૂર્ણ છે. ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવાના ઈરાદા સાથે રોહિત શર્માની કપ્તાનીમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ આ મેગા ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને હરાવી છે. રોહિતે છેલ્લી સળંગ શ્રેણી જીતીને વર્લ્ડ કપ તરફ આગેકૂચ કરી છે.

તેની સાથે રમતા પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલે જણાવ્યું કે કેપ્ટનશિપમાં રોહિતની સફળતાનું રહસ્ય શું છે. પાર્થિવે કહ્યું, “રોહિત શર્મા સામાન્ય રીતે એવા તમામ ખેલાડીઓ સાથે વધુ સમય વિતાવે છે જેઓ ફોર્મમાં નથી. 2016માં મારું ફોર્મ સારું રહ્યું ન હતું. તે વર્ષે તેણે મારી સાથે ઘણી વાતો કરી પરંતુ જ્યારે તે 2015 અને 2017માં સારો દેખાવ કરી રહ્યો હતો ત્યારે વધારે વાત ન થઈ. જ્યારે તમે જાણો છો કે કેપ્ટન તમારું સમર્થન કરી રહ્યો છે, ત્યારે તે ઘણો ફરક પાડે છે.” ઉલ્લેખનીય છે કે,

T20 વર્લ્ડ કપ પહેલા જસપ્રીત બુમરાહ ઈજામાંથી પરત ફર્યો હતો અને તે ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. આ બાબતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પાર્થિવે પણ આ મામલે વાત કરી અને કહ્યું કે બુમરાહની ઈજા દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે કહ્યું, “રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ પ્લાનિંગ અને તેને લાગુ કરવામાં ખૂબ જ પારદર્શક છે. તેણે ઋષભ પંત અને દિનેશ કાર્તિકને મેચમાં ઘણો સમય વિતાવવાનો મોકો આપ્યો, બોલરોમાં પણ સતત બદલાવ કર્યો. બુમરાહની ઈજા દુર્ભાગ્યપૂર્ણ છે, તમે તેના વિશે કંઈ કરી શકતા નથી. તેઓએ પાવરપ્લેમાં પણ સ્પિનર્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદીપિકા પાદુકોણે ફેશન શૉમાં કિલર લુક જોઇને ફેન્સ ક્રેઝી થયા
Next articleઆણંદમાં વંદે ભારત સાથે અથડાયેલી ગાયને ટેગ નહીં હોવાથી ગુનો ન નોંધાયો