ફતેવાડી કેનાલ પાસેની એક સોસાયટીમાં યુવાન ટી-શર્ટમાં સ્પાય કેમેરા છુપાવી સોસાયટીની મહિલાઓ-યુવતીઓના ફોટા પાડતો હોવાની શંકા રાખીને મહિલાઓએ યુવકની પત્ની સાથે ઝગડો કર્યો હતો. જેમાં મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા બંને પક્ષની વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફતેવાડી વિસ્તારમાં રહેતા
નિલોફરબાનુ(30)એ કરેલી ફરિયાદ મુજબ 4 ઓકટોબરે સાંજે અરફાનબહેન, શનાબહેન અને પૂનમબહેન નિલોફરબાનુને કહ્યું કે, તમારા પતિ કૈયુબભાઈ સોસાયટીની મહિલાઓનો વીડિયો ઉતારે છે.જે મુદ્દે તેમની વચ્ચે મારામારી થઈ હતી. જ્યારે સામે પક્ષે શનાબહેને કૈયુબ શેખ અને તેમના પત્ની નિલોફરબાનુ સામે ફરિયાદ કરી છે કે,
શનાબહેન સોસાયટીની અન્ય મહિલાઓ સાથે તેમના ઘર પાસે બેઠા હતા. ત્યારે કૈયુબ ટી શર્ટની અંદર અને પાછળના ભાગે સ્પાય કેમેરા લગાવીને નીકળ્યો હતો, તે મુદે તેની પત્નીને ફરિયાદ કરતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
GNS NEWS