Home ગુજરાત રાંદેરમાં ડ્રગ્સ માફીયાએ જમીન પચાવતા પોલસે ડિમોલીશન કર્યુ

રાંદેરમાં ડ્રગ્સ માફીયાએ જમીન પચાવતા પોલસે ડિમોલીશન કર્યુ

25
0

રાંદેરમાં રાજીવનગર ખાતે વૃદ્ધ પારસીની માલિકીની કરોડોની કિંમતની જમીનમાં 150 વારની જગ્યા પર ડ્રગ્સમાફીયા અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાએ ગેરકાયદે કબજો કરી પોતાનું પાકું ઘર બનાવી દીધું હતું. પારસી કેરમાન લાકડાવાલાની તબિયતથી લાચાર હોય અને જીવને જોખમ હોય જેથી તેઓ અલ્લારખા ઉર્ફે લાલા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકતા ન હતા.

ડ્રગ્સમાફીયા અલ્લારખાએ આ જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો હોવાની બાબત પોલીસને ધ્યાન આવી હતી. આથી ક્રાઇમબ્રાંચ દશેરાના દિવસે અલ્લારખાનું ઘર જેસીબીથી તોડી પાડી ડિમોલીશન કરી નાખ્યું હતું અને પારસી કેરમાન લાકડાવાલાને તે જગ્યાનો કબજો અપાવ્યો હતો.

રાંદેરના કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફ અને તેના બે સાગરિતોને 23મી તારીખે ક્રાઇમબ્રાંચે 7.82 લાખના એમડી ડ્રગ્સ સાથે પર્વત પાટિયાની ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે હોટેલ ફાન્સ(ઓયો)માં રૂમમાંથી પકડી પાડયા હતા. ડ્રગ્સમાફીયા અલ્લારખા સામે અલગ અલગ પ્રકારના 38 ગુનાઓ નોંધાયેલા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં સ્પાય કેમેરાથી વીડિયો રેકોર્ડ મુદ્દે મહિલાઓ વચ્ચે થઇ મારામારી
Next articleવારસિયામાં દારૂના ધંધાની હરીફાઇમાં બૂટલેગરો વચ્ચે થઇ ગેંગવોર