Home ગુજરાત જૂનાગઢનો જ્વેલર્સ ગ્રાહકોના લાખો રૂપિયા લઈને પત્ની સાથે છૂમંતર

જૂનાગઢનો જ્વેલર્સ ગ્રાહકોના લાખો રૂપિયા લઈને પત્ની સાથે છૂમંતર

35
0

જૂનાગઢમાં લોભામણી સ્ક્રીમ બહાર પાડી હપ્તા પેટે નાણાં લઈ લીધા બાદ હાથ અધ્ધર કરી દેતા દંપતી સામે ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આરોપી દંપતી સાર્થક એપાર્ટમેન્ટમાંથી અલગ અલગ છ બેગો ભરી ફરાર થતું નજરે પડે છે. આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયતનો નિવૃત કર્મચારી બિપીન ધોળકિયા શહેરમાં 25 વર્ષથી લક્ષ્મી જવેલર્સની પેઢી ધરાવતો હતો.

જે સોના-ચાંદીનાના દાગીના લે-વેચ કરતાં હોય જેણે સાથે ‘શ્રીનાથજી ગૃપ’ નામની ઈનામી યોજના શરૂ કરી હતી. જેમાં દર મહિને રુપિયા 1200 ભરીને સરળ હપ્તે સોના-ચાંદીના દાગીના બનાવો, માસીક બચત યોજનામાં જોડાઇ મહિને 28 હજાર 800ના દાગીના જીતો જેવી લોભામણી સ્ક્રીમ બહાર પાડી લોકોને વિશ્વાસમાં લીધા હતા. જેણે અલગ અલગ ગ્રાહકો પાસેથી લાખો પડાવી રાતોરાત છૂમંતર થઇ ગયો હતો.

બિપીન ધોળકિયા અને તેની પત્ની ઉષા ધોળકિયાએ શહેરના હરસુખભાઈ કતકપરા પાસેથી રૂ. 10 હજાર 500 તથા સોનાના દાગીના જેમાં માળા, તથા સોનાનો હાંસડી હાર, બુટીયા જેની કિ.રૂ 2 લાખ. માયાબેન રાઠોડ પાસેથી રૂ.1 લાખ 50 હજાર 800, હેમાંગભાઇ ચુડાસમાં પાસેથી રૂ.1 લાખ 20 હજાર 200 અને તેજયભાઇ ચુડાસમા પાસેથી 1 લાખ 50 હજાર સ્કીમના હપ્તા લઈ, કુલ રૂપિયા 6 લાખ 31 હજાર 300 લઇને ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી દંપતી જ્યાં રહેતું હતું તે સાર્થક એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા આરોપી દંપતી છ બેગો ભરી ફરાર થતું કેમરામાં કેદ થયું છે. હવે પોલીસે સીસીટીવી મેળવી આ દંપતીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમએ ગાંધીનગરથી ‘વંદે ભારત’ અને અમદાવાદમાં ‘મેટ્રો’ ટ્રેનને લીલીઝંડી આપી મુસાફરી કરી
Next articleધોરાજીથી પ્રેમલગ્ન કરી યુવતી રાજકોટ આવી, રેસકોર્ષ ગાર્ડનમાં બ્લેડથી હાથની નસ કાપી