Home ગુજરાત અજમેરનો અફઝલ મુંબઈથી સુરતમાં 1.60 કરોડનું ડ્રગ્સ લાવતાં ઝડપાયો

અજમેરનો અફઝલ મુંબઈથી સુરતમાં 1.60 કરોડનું ડ્રગ્સ લાવતાં ઝડપાયો

34
0

શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી ટ્રાવેલિંગ બેગ ખભે લટકાવી ચાલતા જતા એક શખ્સને સારોલી પોલીસે રાતે અટકાવ્યો હતો. પોલીસે બેગ તપાસ કરી તો તેમાંથી 1 કિલો 670 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ. 1.60 કરોડનું મળી આવ્યું હતું. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો. પકડાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ(31)(રહે, પ્રતાપનગર, અજમેર, રાજસ્થાન) છે

અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે. વધુમાં તે એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સમાફીયા પાસેથી લઈ આવ્યો હતો અને સુરતમાં તે રેલવે સ્ટેશને પહોંચી જેને એમડી સપ્લાય કરવાનો હતો તેને મોબાઇલ કોલ કરી ત્યાં બોલાવી ડીલીવરી આપવાનો હતો. પછી તે ત્યાંથી રાજસ્થાન નીકળી જવાનો હતો. હાલમાં સારોલી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ માટે આરોપીનો કબજો ક્રાઇમબ્રાંચને સોંપી દીધો હતો.

કોઈને શંકા ન જાય તે માટે આરોપી અફઝલ ટ્રાવેલિંગ બેંગમાં એમડી લઈને આવ્યો હતો. આવી રીતે અફઝલ સુરતમાં 3થી 4 વાર એમડી સપ્લાય કરવા આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં ક્રાઇમબ્રાંચે મોબાઇલના સીડીઆર આધારે તેના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપરિવારોને તોડી નાખે છે વ્યભિચાર, આ પ્રકારનાં કેસને ગંભીરતાથી લેવા જોઈએ : સુપ્રીમ કોર્ટ
Next articleકાબુલમાં ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી 19નાં મોત, 27 ઘાયલ