Home દુનિયા કાબુલમાં ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી 19નાં મોત, 27 ઘાયલ

કાબુલમાં ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી 19નાં મોત, 27 ઘાયલ

26
0

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા પછી અરાજકતાનો માહોલ છે. છાશવારે મહિલાઓ સાથે અન્યાય અને બૉમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓના સમાચાર આવતા રહેતા હોય છે. આજે ફરી એક બૉમ્બ બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે જેમાં કાબુલના લઘુમતી વિસ્તાર કે જ્યાં શિયાઓની વસ્તી વધારે છે એવા સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થતા 19 લોકોનાં મોત થયા હતા અને 27 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા.

આ ઘટના વિશેની માહિતી તાલિબાનો દ્વારા નિમાયેલા પ્રતિનિધિએ પોતે આપી હતી. મળી રહેલા સમાચાર અનુસાર આ બ્લાસ્ટ દષ્તી બારચી નામના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ એક શૈક્ષણિક સ્થળે કરવામાં આવ્યો છે. જ્યાં ઘણા લોકો અગાઉથી હાજર હતા જેમાંથી 19 લોકો મોતને ભેટયા હતા અને 27 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. જો કે આ વિસ્ફોટની ઘટના પાછળ કોનો હાથ છે તે હજુ જાણી શકાયું નથી. કોઈ સંગઠને હજુ સુધી આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી નથી. જેના કારણે અટકળો બાંધવામાં આવી રહી છે

GNS NEWS

Previous articleઅજમેરનો અફઝલ મુંબઈથી સુરતમાં 1.60 કરોડનું ડ્રગ્સ લાવતાં ઝડપાયો
Next articleપત્ની દ્વારા લગ્નેત્તર સંબંધ બનાવવા જેવી કોઈ ભૂલ થઇ જાય તો પણ તેની ભરણપોષણનો દાવો કરી શકે : હાઇકોર્ટ