રાજકોટ મહાનગરપાલિકામાં બે સફાઈ કર્મચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક સફાઈ કર્મચારીએ વોર્ડ ઓફિસમાંથી ચોરી કરી હતી તો બીજા મહિલા સફાઈ કર્મચારીએ જાહેરમાં ઉપરી અધિકારી સાથે ગેરવર્તૂણક કરી હતી. આથી બન્ને સફાઈ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બન્નેને પહેલા શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી પણ બન્નેએ જવાબ આપવાનું ટાળતા કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં. ૧૮/બમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા જિતેશ અમરશીભાઈ વાઘેલા દ્વારા વોર્ડ ઓફિસ ખાતેથી ઉપયોગી સામાનની ચોરી કર્યા હોવાનું ધ્યાને આવવા બદલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. આ અંગે તેઓએ નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહોતો. આથી જિતેશ વાઘેલાને તાત્કાલિક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત શાખાના વોર્ડ નં. ૬/કમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા સવિતાબેન બચુભાઇ દાફડાને સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ગેરવર્તૂણક કરવા બદલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. આ અંગે તેઓએ નિયત સમયમાં જવાબ રજૂ કર્યો નહોતો.
તેમજ સરકારી કર્મચારીને ન શોભે તેવું તેમજ તેમના સુપરવાઈઝરી સ્ટાફ તથા ઉપરી અધિકારી સાથે જાહેરમાં ઝઘડો કરી ગેરવર્તૂણક કરવા બદલ તાત્કાલિક અસરથી તેઓને સોંપેલ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.