Home ગુજરાત વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો...

વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી થયા ગરબા બંધ

28
0

વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. બીજી તરફ માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવીને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું.

યુનાઇટેડ-વેમાં સતત બીજા દિવસે ગ્રાઉન્ડ પર પથ્થરોના મુદ્દે હોબાળો થયો ગયો હતો અને ઇન્ટર્વલ પછી બીજા ગરબાએ જ ખેલૈયાઓના પગમાં પથ્થર વાગતાં હોબાળો મચી ગયો હતો. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા. પ્રથમવાર અડધો કલાક સુધી ગરબા બંધ રહ્યા હોવાની ઘટના બની હતી. યુનાઇટેડ-વેના ગરબાના એનાઉન્સર ધૈવત જાેશીપુરાએ જાહેરાત કરી હતી કે,

જેમને પણ રિફંડ જાેઇતું હોય તે કાલે આવીને લઈ જઈ શકે છે. એ સમયે વર્ષોથી યુનાઇટેડ-વે પર ગરબા ગાતા એક ખૈલેયાએ સ્ટેજ પર આવીને રજૂઆત કરી હતી. એને પગલે માંજલપુર પીઆઇ પણ સ્ટેજ પર દોડી આવ્યા હતા. છેવટે અતુલ પુરોહિતે જાતે જાહેરાત કરીને ખેલૈયાઓને સમજાવવા પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે પહેલીવાર એવું થયું કે મને મારા છોકરાએ પથ્થર માર્યો છે. હું તમને નિરાશ નહીં કરું. કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. આજે જાેડાઇ જાઓ. એને પગલે ફરીથી ગરબા શરૂ થયા હતા.

યુનાઇટેડ-વેમાં પહેલા જ નોરતે હજારો ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડ પર પગમાં કાંકરા વાગતાં કળતર સહન કરવાનો વારો આવતાં ગરબા રમવાનો ઉત્સાહ જ ઓસરી ગયો હતો. ઉમંગભેર ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ ભારે રોષે ભરાયા હતા એને પગલે અતુલ પુરોહિતને પણ માઇક પરથી આયોજકોનો બચાવ કરવો પડ્યો કે માફ કરજાે, નવી જગ્યામાં તકલીફ પડી રહી છે, આવતીકાલથી નહીં પડે. એ બાદ આજે મંગળવારે આયોજકોને ગરબા ગ્રાઉન્ડમાં કાંકરા વીણાવવાનો વારો આવ્યો હતો.

લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ના બગડે એનું ધ્યાન રાખો. ટોળામાં ભેગા ના થાવ, તમને કોઇ પ્રશ્ન હોય તો તમે લેખિતમાં અરજી આપી શકો છો. ખેલૈયાઓને કોઈપણ ફરિયાદ હોય તો તેઓ ગ્રાઉન્ડ પર અમારો સ્ટોલ છે, ત્યાં આવીને પણ રજૂઆત કરી શકે છે. ગ્રાઉન્ડ પર પથ્થરો હોવાને કારણે દિવસ દરમિયાન સફાઇ સહિતની કામગીરી કરવામાં આવી હતી. માત્ર ૧૫થી ૨૦ તોફાની તત્ત્વો ઉત્પાત મચાવી રહ્યાં છે. હોબાળો થયા પછી પણ ગરબા ચાલુ થયા છે. અતુલ પુરોહિતને કોઇએ પથ્થર માર્યો છે.

તેઓ કહેશે તો કાલે ફરિયાદ નોંધાવાશે. ખલૈયાના પગમાં પથ્થર વાગવાથી લોહી નીકળ્યું હતું, જેથી ઘણા લોકો બહાર નીકળી ગયા હતા. પ્રથમ દિવસે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને પથ્થરો વાગતાં હોબાળો થયો હતો. બીજા દિવસે પથ્થર ન વાગે એ માટે લોકો મોજા પહેરી આવ્યા હતા. યુનાઇટેડ-વેના આયોજકોએ જે ખૈલેયાઓને રિફંડ જાેઇતું હોય તેના માટે બુધવારે ૧થી ૭ દરમિયાન લિન્ક મૂકવામાં આવશે, જેના માધ્યમથી તેઓ રિફંડ મેળવી શકશે. રિફંડ માટે અરજી કરી શકાશે નહીં.

યુનાઇટેડ-વેના ગરબા ગ્રાઉન્ડ પર સવારથી જ કાંકરા વીણવાની કામગીરી ચાલુ હતી. બીજી તરફ રાત્રે ચાલુ ગરબામાં પણ ઇન્ટર્વલ દરમિયાન સાવરણા અને ડોલોથી ગ્રાઉન્ડ સાફ કરીને કાંકણા વીણવામાં આવ્યા હતા. તેમ છતાં ગ્રાઉન્ડમાં મોટા પથ્થરોને પગલે લોકોના પગને ઇજા પહોંચતાં ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો હતો. યુનાઈટેડ-વે ગરબાના પાસધારક દ્વારા પાસ માટેની મોટી રકમ લીધા બાદ યોગ્ય સુવિધા ન આપતાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરાતાં અદાલતે આયોજકો વિરુદ્ધ નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.

નવાપુરામાં રહેતા વિરાટસિંહ વાઘેલા વ્યવસાયે વકીલ છે. તેમને તથા પરિવારે પાસદીઠ ૪૮૩૮ ચૂકવ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ પર યોગ્ય સફાઈ ન હોવાથી કાંકરા વાગતાં હોવાથી આયોજકો પાસેથી અઢી લાખ પરત અપાવવા ગ્રાહક સુરક્ષા કોર્ટ સમક્ષ માગ કરી હતી. સંસ્થાના ચેરમેન, વાઇસ-ચેરમેન, ખજાનચીને હાજર રહેવા નોટિસ કાઢી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત પોલીસે ઉપાડી મહિલાઓની સુરક્ષાની જવાબદારી, બ્રિથ એનેલાઇઝર મશીનથી રસ્તાઓ પર ચેકીંગ
Next articleરાજકોટમાં સફાઈ કર્મીએ વોર્ડ ઓફિસમાં ચોરી કરતા અને મહિલા કર્મી સાથે ગેરવર્તૂણક કરતા સસ્પેન્ડ