રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૧૯.૭૪ સામે ૫૯૫૦૪.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૨૭૫.૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૩.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૬૨.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૪૫૬.૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૨૫.૬૫ સામે ૧૭૭૭૬.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૬૪.૪૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૭૪૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વની ગઈકાલથી શરૂ થતી મીટિંગમાં ફુગાવાને અંકુશમાં રાખવા વ્યાજ દરમાં મોટો વધારો કરવામાં આવશે અને આ વધારો ૦.૭૫% થી ૧%નો વધારો હશે એવા અહેવાલોએ વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે આજે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અમુક અનુમાન મુજબ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આ વખતે અપેક્ષાથી ઓછો વ્યાજ દરમાં વધારો કરવામાં આવે અને એની સાથે ફુગાવાના પોઝિટીવ અંદાજો સાથે વ્યાજ દરમાં આગામી દિવસોમાં તીવ્ર વધારાને બ્રેક લગાવી પોઝિટીવ આઉટલુક રજૂ કરવામાં આવી શકે છે એવી શકયતા છતાં સાવચેતી યથાવત રહેતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
આ સાથે તાઈવાન મામલે ચાઈનાનું વલણ કૂણું પડતાં જીઓપોલિટીકલ ટેન્શન પણ હળવું થવા સાથે એફએમસીજી શેરોમાં ફંડોની લેવાલી સામે યુટિલિટીઝ, પાવર અને કોમોડિટીઝ શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૬૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૦૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૧.૧૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૭૬ અને વધનારની સંખ્યા ૧૨૮૨ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે ભારતના કોર્પોરટ દ્વારા એડવાન્સ ટેકસની ચૂકવણીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક આંકડા પ્રમાણે અત્યારસુધીમાં રૂ.૧.૩૦ લાખ કરોડનો એડવાન્સ ટેકસ ચૂકવાયો છે, જે ગયા નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચૂકવાયેલા રૂ.૧.૦૬ લાખ કરોડની સરખામણીએ ૨૨.૬૦% વધુ છે. વર્તમાન નાણાં વર્ષમાં કોર્પોરેટની કામગીરી સારી રહેવાના આના પરથી સંકેત મળી રહ્યા છે. એડવાન્સ ટેકસ મોટેભાગે કંપનીઓ તથા ઊંચી આવક ધરાવતા કરદાતાઓ દ્વારા ચૂકવાતો હોય છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીઓએ રૂ.૭૮૭૮૩ કરોડ એડવાન્સ ટેકસ પેટે ચૂકવ્યા છે.
સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં કુલ એડવાન્સ ટેકસ ૨૨% વધી રૂ.૧.૮૧ લાખ કરોડ રહ્યો છે. આમાં વ્યક્તિગત કરદાતા તથા નોન-કોર્પોરેટ પેઢીઓનો પણ સમાવેશ થાય છે. જુન ત્રિમાસિકમાં આ આંક રૂ.૧.૦૧ લાખ કરોડ રહ્યો હતો. નાણાં વર્ષ દરમિયાન થનારી આવકના અંદાજને ધ્યાનમાં રાખી કરદાતાઓને ચાર હપ્તામાં એડવાન્સ ટેકસ ચૂકવવાની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. હાલના એડવાન્સ ટેકસના આંકડાને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષમાં રજુ કરાયેલા અંદાજ કરતા સીધા વેરાની વસૂલી ઊંચી રહેવાની નિષ્ણાતો ધારણાં રાખી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.