રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ્સનો આંકડો ૯.૭૫ લાખ કરોડ થઇ ગયો છે. એપ્રિલથી જૂન ૨૦૨૨ના ક્વાર્ટરમાં ૫૭૨૩ કરોડનો વધારો થયો છે. હાલમાં બેન્કો દ્વારા અપાયેલી ૭.૬૮ લાખ કરોડની વિવિધ લોન ચાલી રહી છે. જેમાંથી ૪૨૭૦૦ કરોડ એટલે કે ૫.૫૫ ટકા એનપીએ છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની તાજેતરમાં મીટિંગમાં આ વિગતો બહાર આવી હતી.
નોન પ્રાયોરિટી સેક્ટરમાં એનપીએનું પ્રમાણ વધારે છે. કમિટીએ બેન્કોને સૂચન પણ કર્યું હતું કે, એન.પી.એ.ના આંકડાઓ બાબતે સચોટ રહે જેથી સાચું ચિત્ર ખ્યાલ આવે. એસએલબીસીમાં ખાસ એ બાબત બહાર આવી હતી કે, જીછઇહ્લછઈજીૈં એક્ટમાં વિવિધ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે વિવિધ બેન્કોની મળીને રૂ. ૧૮૮૫ કરોડને આવરી લેતી ૩૪૮૭ અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓમાં રૂ. ૧૫૩૫ કરોડની ૨૭૮૪ અરજીઓ બે મહિના કરતાં પણ વધારે સમયથી પેન્ડિંગ છે.
રૂ. ૯૭૮ કરોડના ૯૪૪ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ થયા બાદ પણ બેન્કોને પઝેશન આપવાનું બાકી છે. શું છે જીછઇહ્લછઈજીૈં એક્ટ? જીછઇહ્લછઈજીૈં એક્ટના સેક્શન ૧૪ પ્રમાણે, ડીફોલ્ટરની પ્રોપર્ટી અટેચ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટની સહાયની જરૂર પડે છે જેથી જલદી કાર્યવાહી થઇ શકે. જીછઇહ્લછઈજીૈં એક્ટ (સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ)મુજબ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને છૂટ મળે છે કે
તેઓ લોન ડીફૉલ્ટરની રહેણાંક કે કોમર્શિયલ મિલકત ટાંચમાં લઇ લોન રીકવર કરી શકે. અરજીઓ પેન્ડિંગ હોવાથી ડીફૉલ્ટર મિલકતોનો ચાર્જ લઇ શકાતો નથી. એસએલબીસી મીટિંગમાં નાણા વિભાગને વિનંતી પણ કરવામાં આવી હતી કે જિલ્લા કલેક્ટર્સને સૂચન કરાય કે ૬૦ દવિસથી વધુ સમયથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવે અને જેમાં હુકમ થઇ થઇ ગયા છે ત્યાં પઝેશન બેન્કોને આપવામાં આવે. થઇ શકે. જીછઇહ્લછઈજીૈં એક્ટ (સિક્યુરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ)મુજબ, બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને છૂટ મળે છે કે
તેઓ લોન ડીફૉલ્ટરની રહેણાંક કે કોમર્શિયલ મિલકત ટાંચમાં લઇ લોન રીકવર કરી શકે. અરજીઓ પેન્ડિંગ હોવાથી ડીફૉલ્ટર મિલકતોનો ચાર્જ લઇ શકાતો નથી. એસએલબીસી મીટિંગમાં નાણા વિભાગને વિનંતી પણ કરવામાં આવી હતી કે જિલ્લા કલેક્ટર્સને સૂચન કરાય કે ૬૦ દવિસથી વધુ સમયથી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવે અને જેમાં હુકમ થઇ ગયા છે ત્યાં પઝેશન બેન્કોને આપવામાં આવે. કેન્દ્ર સરકારની સૂચનાથી એસએલબીસી દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના, સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ અને પ્રધાન મંત્રી મુદ્રા યોજના અંગે લોકોને જાણકારી મળી રહે એ માટે કોલ સેન્ટર ચલાવવામાં આવે છે.
જેમાં છેલ્લા ૩ મહિનામાં ૮૪૪ કોલ આવ્યો હતા જેની સામે રૂ. ૪૩ હજારનો ખર્ચ થયો હતો. ૪૩ હજારમાંથી ૨૬ હજાર સ્ટાફ માટે જ્યારે ૧૬ હજારનો ટેલિફોન ખર્ચ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કુલ મળીને ૨૪૦૬ કોલ આવ્યા હતા જેની પાછળ કુલ રૂ. ૨.૪૧ લાખનો ખર્ચ થયો હતો. સરેરાશ એક કોલ પાછળ એસએલબીસીને રૂ. ૧૦૦નો ખર્ચ થાય છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.